________________
Sws
(૧૨૬) મેર તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં, ભાંગી પડે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોયે વણસે નહીં જોને, સોઈ મારા હરિજનનાં પરમાણજી.
મેરુ. ૧ ચિત્તની તો વૃત્તિ જેની સદાય જ નિર્મળ, ને કોઈની કરે નહીં આશજી; દાન દેવે પણ રહેવે અજાચી, રાખે વચનમાં વિશ્વાસ રે.
મેરુ. ૨ હરખ ને શોકની ન આવે કદી હેડકી, ને આઠે પહોર આનંદજી; નિત્ય ઝીલે રે સત્સંગમાં ને રે, તોડે મોહમાયા કેરા ફંદ રે.
મેરુ, ૩ તન મન ધન જેણે ગુરુજીને અર્યા, ને નામ-નિજારી નર ને નારજી; એકાંતે બેસીને અલખ આરાધે, તો પ્રભુજી પધારે એને દ્વાર રે.
મેરુ, ૪ સંગતું કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહેવે ભરપૂર રે; ગંગાસતી એમ બોલિયાં, જેને નેણે તે વરસે ઝાઝાં નૂર રે.
મેરુ ૫
(૧૨૭) હરિ તારો અમને સથવારો, નોખા નોખા નામ ધારી ઊંચે બેસનારો. હરિ. ૧ કોઈક દિ' હસાવે તો તું કોઈક દિ' રડાવે, પાડે પછાડે તોયે લાડ તું લડાવે; દ્રૌપદીનાં ચીર પૂરી સહાય કરનારો. હરિ, ૨ માનુષના તે ઘાટ ઘડિયા રૂ૫ દઈ હજારો, લીલા તારી નીરખી નીરખી પામું ન એનો આરો; મઝધારે નૈયા અટકી એને પાર ઉતારો. હરિ. ૩
* * *
(૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org