SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ક (૧૭) વિચાર શક્તિ - આત્માની અનુભૂતિ માટે : જે વિચારોને તમે પકડશો તે તમારી જિંદગીમાં સહાયક થશે. જો તમે હિંમતવાન, આનંદિત, શાંતિપ્રિય, સહનશીલ અને દયાવાન છો, તો આ ગુણો (હકીકતમાં, તમારી ભૌતિક જીંદગીમાં પણ સહાયક નિવડશે. જે વિચારો પૂર્વના અનુસંધાને આવે છે તથા ઈચ્છાઓ થાય છે તે જ મનની મલિનતા -મનની અશુદ્ધિ છે. સાચા વિચારોનું રક્ષણ કરો. જયાં “હું પણાની ભાવના નથી, ત્યાં પછી બીજા વિચારો આવતા નથી, ઉભાં થતા નથી. જુદા જુદા વિચારો વચ્ચેનું નાટક એનું નામ જીવન (જીંદગી) છે. મન જ્યારે કાર્ય કરતું બંધ થાય છે ત્યારે દ્વૈતપણું – અટકે છે. (બાહ્ય) વિચારો અટકવા જોઈએ. તો પછી તમે અપાર અનંત એવી શાંતિને પામશો. શાંત થાઓ. આ શાંત ભાવમાં મન ઓગળી જશે ત્યારે તમે તમારા પ્રકાશમાન આત્માને પ્રકાશતો અનુભવી શકશો, જે શુદ્ધ જાગૃત આત્મા છે. જે વસ્તુ પર મન તીવ્રતાથી વિચારે છે તે રૂપ મન બની જાય છે (એટલે કે જે રૂપે મન વિચારે છે તે રૂપે આત્મા બની જાય છે.) તમારી ભાવનાઓ, વિચારો અને લાગણીઓને હંમેશાં જોયા કરો. તમારી ભાવના હમેશાં સાત્ત્વિક હોવી જોઈએ. તમારે હંમેશાં “હું આત્મા છું' એ ભાવનાને મહત્ત્વ આપવું જોઈએ. ધ્યાન દરમ્યાન ભાવોનું ધ્યાન રાખો. તમારે શ્વાસનું ધ્યાન રાખવાનું નથી. તમારું મન જગતના વિચારોથી ખાલી રહેવું જોઈએ. તમારા મનને સારા આધ્યાત્મિક અને ઉચ્ચ વિચારોથી ભરેલું રાખો કે જેથી નુકસાન કર્તા વિચારોને આવવાની જગ્યા જ ન મળે. ક્યારેય ન જરૂરીયાત સિવાયનો એક શબ્દ બોલો નથી. ક્યારેય પણ જરૂરીયાત વગરના કે નકામા વિચારોને તમારા મનમાં જગ્યા લેવા ન દો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy