________________
જાગૃત થઈ જાશો, તો તેને મલિનતા-મલિન ભાવ અને ખોટી વસ્તુ તરફ જતું રોકી શકશો. - મન છે તે રમત કરતાં બાળક જેવું છે..... તેથી મનને સાત્વિક વિચારોથી ભરી દો. શુદ્ધતા તરફ લઈ જાઓ. ખરાબ વિચારો ખતરનાક ચોર છે, પ્રજ્ઞા રૂપી તરવાર વડે તેનો નાશ કરો. તમારા વિચારોને શુદ્ધ મજબુત અને ચોક્કસ બનાવો. તમે તેથી આધ્યાત્મિક શક્તિ અને શાંતિને મેળવશો.
•
"
ના.
.
જો તમે તમારો સ્વભાવ-આત્મ અનુભવ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો, તો કલ્પનાઓ અને વિચારોના ઘોડા દોડાવવા બંધ કરો. લાગણીઓને શુદ્ધ અને કાબુમાં રહે તેવી બનાવો.
તમારી બાહ્ય જાગૃતિની પાછળ સૂક્ષ્મ જીવનનો મોટો પ્રદેશ છુપાયેલો હોય છે. બધી જ ટેવો આ આંતરિક છુપાયેલી જિંદગીને અનુલક્ષીને તેમાંથી જ ઉભી થાય છે. બાહ્ય જગતના પદાર્થો પ્રત્યેની જાગૃતિવાળી જિંદગી કરતાં આંતરિક છુપાયેલી જીંદગી વધારે શક્તિશાળી હોય છે (જે પ્રારબ્ધને આધિન છે) યોગની સાધના દ્વારા, તમે તમારી આંતરિક ઊંડાઈને બદલાવી શકો છો, કાબુમાં લઈ શકો છો અને તેના પર તમારી વગ વાપરી શકો છો.
જો તમે અઠવાડિયામાં એક વાર ગુસ્સે થવાને બદલે મહિનામાં એકવાર ગુસ્સે થાવ તો તે તમારી સાધનાની પ્રગતિ છે, તે તમારી આંતરિક શક્તિનો વધારો બતાવે છે, તે તમારી આધ્યાત્મિક શક્તિ વધવાની નિશાની છે. આનંદિત બનો. આધ્યાત્મિક પ્રગતિની નોંધ રાખતા શીખો.
ખરાબ વિચારોની સામે આધ્યાત્મિક વિચારો મૂકવાની રીત ખરાબ વિચારોને અસરકારક રીતે નાશ કરવાનો સહેલો રસ્તો છે. ખરાબ
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org