SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આધારે ઓળખે છે. તમારે તો સામા માણસનો ઇરાદો શું છે તે વિચારીને વર્તવાનું છે. તો તમે ભૂલ કરશો નહિ. તમારા મનને આત્મિક વિચારોથી ભરેલું જ રાખો જેથી ખરાબ વિચારો તમારા મનમાં દાખલ જ ન થવા પામે. નવરું મગજ ભૂતનું કારખાનું છે. નુકસાન કર્તા વાતો ન કરો અને ગપ્પા ન મારો. મન એ કુદકા મારતા વાંદરા જેવું છે. તેથી તેને પ્રતિદિન શિસ્તમાં રહેવાની ટેવ પાડવી પડશે. તો જ તે તમારા કાબુમાં રહેશે. જેમ ફળ છે તે બીજમાંથી ઉત્પન્ન થાય છે તેમ કાર્ય તમારા વિચારોમાંથી જન્મે છે. સારા અને ખરાબ વિચારો સારૂં અને ખરાબ કાર્ય અનુક્રમે જન્માવે છે. જો તમે સત્સંગ, આધ્યાત્મિક વાંચન, પ્રાર્થના વગેરેની નિયમિત ટેવ પાડો તો ખરાબ વિચારોની ભૂતાવળ તેની જાતે જ મૃતપ્રાય થઈ જશે. પછી જ તમને આધ્યાત્મિક માર્ગમાં કાંઈક પ્રગતિ કરી છે તેમ લાગશે. વિચારો અથવા સંકલ્પોને કાબુમાં રાખો. દિવા સ્વપ્રોમાં રાચો નહીં. સંકલ્પોનો ક્ષય કરવો તે જ મોક્ષ છે અથવા મુક્તિ છે. જ્યારે કલ્પનાઓનો નાશ થાય છે ત્યારે મનનો નાશ થાય છે. જ્યારે કલ્પનાઓ રોકાઈ જાય છે ત્યારે જગતની અનુભૂતિથી પર થવાય છે. (એટલે કે જગતનું અસ્તિત્વ તેના માટે રહેતું નથી). વિચારો ઉપર જે કાબુ મેળવે તે અજ્ઞાન અને મૃત્યુને જીતી લે છે. મન સાથેની આંતરિક લડાઈ, બાહ્ય જગતમાં મશીનગન વડે લડવામાં આવતી લડાઈ કરતાં વધારે ભયંકર ગણાય છે. વિચારોને જીતો અને જગતને જીતી લ્યો. મન બહુ જ સહજતાથી જગતની વસ્તુઓનો વિચાર કરી શકે છે. વિહાર , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy