SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારધારા તથા ધ્યાન વડે ઉખાડી નાખવા પડશે - દૂર કરવા પડશે. જ્યારે એક વિષય ઉપર વિચાર કરતા હો ત્યારે બીજા વિષયોના વિચારોને અંદર દાખલ થવા ન દેવા. દા.ત. જો તમે કરુણાના વિચારો કરતા હો ત્યારે તેના જ વિચારો કરો. તે સાથે માફ કરવાના કે તમારી સહન શક્તિનો વિચાર ન કરો. (જો કે, તમારી પ્રગતિ શરૂઆતમાં ધીમી જ હશે. સૌ પ્રથમ ખોટા વિચાર તમારા મનમાં ઊભા થાય ત્યારે તમે તેને આવકારો છો. તમે તેમાં ભલી જવા માટે આનંદિત થાઓ છો. તમે ખરાબ વિચારને મનમાં રહેવાની મંજુરી આપો છો અને ધીમે ધીમે ખરાબ વિચારો, કે જેને રોકવામાં નથી આવતા, તે તમારા મનમાં મજબુત બની જાય છે અને ત્યાં અડ્ડો જમાવે છે. પછી તેને બહાર કાઢવા મુશ્કેલ બને છે. કહેવત છે કે ખરાબ માણસને આંગળી આપતાં પોંચો (હાથનો પંજો) પકડી લે. તે આ ખરાબ વિચારોને પણ લાગુ પડે છે. નુકસાનકારક વિચારોને મનમાં દાખલ થતા અને શારીરિક મગજમાં કોઈ પણ જાતની અસર મૂકી દે તે પહેલાં તેને અંદર આવતાં રોકો. આમ કરશો તો થોડા સમય પછી તમે ડાહ્યા (જ્ઞાની) બની જશો અને અંદરમાં અનંત શાંતિ તથા સાચા સુખને પામશો. માત્ર શુદ્ધ અને પવિત્ર વિચારોનું સ્વાગત કરો. એના ઉપર પુરૂષાર્થ કરો તો થોડા વખત પછી તેમાં સફળ થશો. ખરાબ વિચારોને મારી હટાવવામાં સફળ ન થાવ તો પણ હતાશ થશો નહીં. દુઃખ કે હર્ષ ન અનુભવો તો આંતરિક આધ્યાત્મિક શક્તિ તમારામાં ઉભી થશે. (શક્તિ પ્રાપ્ત થશે.) ક્યારેક તમારું મન ખરાબ :: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy