SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા પ્રગટે છે, પ્રકાશે છે. જ્યાં સુધી તમે તમારું મન જીત્યું નથી ત્યાં સુધી ચોક્કસ અને કાયમી જીત મેળવી નથી તેમ માનો. - તમારા વિચારો માટે જાગૃત બનો. જે કાંઈ તમારા મનમાંથી બહાર મોકલો છો તે તમારી પાસે જ પાછું આવશે. જો તમે કોઈને ધિક્કારશો તો ધિક્કાર તમારી પાસે પાછો આવશે. જો તમે બીજાને પ્રેમ કરશો તો તમને પ્રેમ પાછો મળશે. વિચારો છે તે સમુદ્રના મોજા જેવા છે. તે ગણી ન શકાય તેટલા (અનંત) છે. તમે શરૂઆતમાં તેને જીતવાના પ્રયાસમાં નિરાશા અનુભવશો, પણ ક્યારેય નિરાશ કોઈપણ સ્થિતિએ તમારી પ્રેકટીસમાં ન થશો. તમે ચોક્કસ તમારી અંદરથી બાધ્યાત્મિક શક્તિને મેળવશો. છેવટે તમે તેમાં સફળ થશો જ. જો તમારી ઈચ્છાઓ અને તૃષ્ણાઓ ઘટાડશો તો વિચારો તેની જાતે જ ઘટતા જશે. ધીમે ધીમે બધા જ જતા રહેશે. આપણું જે વ્યક્તિત્વ છે તે આપણા વિચારોથી જ બનેલું છે કે જે આપણી જન્મોના ચક્રાવાનું કારણ છે. તેથી આપણે હંમેશાં આપણા વિચારોને શુદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણે સંત પાસે જઇને બેસીએ છીએ ત્યારે આપણે ન્યારી એવી શાંતિનો અનુભવ કરીએ છીએ. કારણકે સંતના હૃદયમાંથી (અંતરમાંથી) શાંતિ તથા શાંતતાના ઝરણા વહ્યા કરતા હોય છે. ખાસ કરીને જેની વિચાર શક્તિ પૂર્ણ વિકસીત થઈ છે તેની પાસે આપણે શક્તિશાળી આધ્યાત્મિક શક્તિનો ધોધ વહેતો અનુભવ કરીએ છીએ. જો કે તે ક્યારેક જ બોલે છે. તો પણ તેમની પાસે બેસવાથી આપણે આંતરિક રીતે કાંઈક ઉત્સાહપ્રેરક આલ્હાદક તરંગોનો અનુભવ કરીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy