SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તમારા ઉત્સાહિત વિચારો, સામેની વ્યક્તિમાં પણ ઉત્સાહિત વિચારો ઉત્પન્ન કરે છે. માટે ઉચ્ચ વિચારો કરો. હૃદયથી હમેશાં યુવાન રહો. એમ વિચારો નહીં કે, હું “ઘરડો-વૃધ્ધ” થયો છું. આ વિચારોને આવવા જ ન દો. જેવું તમે વિચારશો તેવા તમો થશો. આ મોટો માનસિક નિયમ છે. “માણસ જેવું વિચારે છે તેવો બને છે.” આ મોટું સત્ય છે. એકલા વિચારો માણસનો આકાર અને ઢાળ બનાવે છે. માણસ પોતાના વિચારોની દુનિયામાં જ રહે છે. તમારી હાલની દુનિયા એ ભૂતકાળના વિચારોનું પરિણામ છે અને તમારું ભવિષ્ય તમારા હાલના વિચારોનું પરિણામ હશે. જો તમે સાચી દિશામાં વિચારશો તો તમે સાચું બોલી શકશો અને સાચી દિશામાં કાર્ય કરશો. બોલવું અને કાર્ય કરવું તે વિચારો પ્રમાણે જ બને છે. (૮) દરેક માણસમાં સમુચિત રીતે વિચારોના નિયમોને સમજવાની અને તે કેવી રીતે કાર્ય કરે છે તેને સમજવાની શક્તિ હોવી જરૂરી છે. જો તે આવડે તો જ માણસ એકલો આ દુનિયામાં સારી રીતે અને આનંદથી જીવી શકે છે. તે પોતાને મદદ કરતા બળોને પોતાના કાર્યમાં બરાબર સારામાં સારી રીતે જોડી શકે છે. તમે એમ વિચારો કે હું શુદ્ધ છું તો તમે શુદ્ધ બની શકશો. જો તમે બીજાની સેવા માટે જીવશો તો તમે સુખને મેળવી શકશો. જો તમે કોઈ એવું કાર્ય કરશો કે જેથી બીજાને દુખ મળે, તો તમે તમારા માટે દુઃખ ભેગું કરો છો. આ કુદરત અને વિચારનો નિયમ છે. તમારા સારા અથવા નરસા કાર્ય દ્વારા તમે તમને ગમતા કે અણગમતાં કારણોમાં ઢાળી શકો છો. માણસ પોતાનું ચારિત્ર પોતાની વિચારસરણી દ્વારા ઘડે છે. ફક્ત આ ***** Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy