SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ, આનંદ અને હિંમત ભર્યા વિચારો ઉઝરડાને રુઝ લાવવાનું કામ કરે છે, સુંવાળપ બક્ષે છે, ઉશ્કેરાટને સમાવે છે અને કામ કરવાની શક્તિ વધારે છે. તેમજ માનસિક શક્તિમાં વધારો કરે છે. માટે હંમેશાં ઉલ્લાસિત બનો, હસમુખા બનો. હસો ગરમ-ક્રોધી સ્વભાવ મગજના જ્ઞાનતંતુઓમાં ભયંકર નુકસાન પહોંચાડે છે, વિષમય રાસાયણિક બનાવટ લોહીમાં ફેકે છે, સામાન્ય રીતે આઘાત પહોંચાડે છે અને હતાશા પ્રેરે છે અને શરીરમાંથી ઝરતા ગેસ્ટ્રીક જ્યુસ, બાઈલ અને પચવા માટેના રસોનું ઝરવું ઘટાડે છે. શક્તિ ખેંચી જાય છે. વીટાલીટી ઘટાડે છે, વહેલું ઘઢપણ લાવે છે અને જીવન ટૂંકાવી દે છે. (૭) વિચારો વસ્તુને અસ્તિત્વમાં આણે છે. તે ઈચ્છાઓ ઊભી કરે છે અને શાંતિને ઉત્તેજિત કરે છે. તેથી તેનાથી વિરુધ્ધના વિચારો ઈચ્છાઓનો નાશ કરી દે છે. શાંતિ વડે, પ્રતિ હુમલાથી પહેલાંના વિચારોની ઈચ્છાનો નાશ કરે છે. તેથી જ્યારે માણસ આનાથી પ્રભાવિત થાય છે, ત્યારે વિરુધ્ધ વિચારો પોતાનામાં ઉભી થયેલી ઈચ્છાઓનો નાશ કરે છે. ઉત્તેજીત વાસનાઓનો નાશ કરે છે. તે કે જે મનની કાર્ય કરવાની રીત જાણે છે અને જે તેને પુરૂષાર્થ દ્વારા અંકુશમાં લે છે તે ખરેખર સુખી છે. સમાન ધર્મવાળી વસ્તુ બીજી તેવી જ વસ્તુને આકર્ષે છે. આ નિયમ પા વિચારોની દુનિયાને લાગુ પડે છે. સરખી વિચારસરણી ધરાવતા એકબીજાથી આકર્ષાય છે. માણસ જે સોબત રાખે છે તેનાથી ઓળખાય છે. વિચારો એ તમારી ખાનગી મિલકત છે અને તેને તમે અંકુશમાં રાખી શકો છો. પણ તે માટે તમારી શક્તિને તમારે જાણવી પડે છે. તેના વડે તમે તેને કાબુમાં લઈ શકો છો. Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy