SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય કારણપણે પરિણમે તહવી ધ્રુવ, કાર્ય ભેદ્દે કરે પણ અભેદી; કર્તૃતા પરિણમે નવ્યતા નવિ રમે,સકલ વેત્તા થકો પણ આવેદી.. અહો. ૩ હૈ પ્રભુ ! આપના ઉપાદાન કારણરૂપ જ્ઞાનાદિ સર્વગણો પોતપોતાના કાર્યરૂપે પરિણમે છે. તેથી ઉત્પાદ તેમજ વ્યય ધર્મ છે. અને દ્રવ્ય તથા ગુણોના અભાવ કદી થતો નથી એ તેનો ધ્રુવ ધર્મ છે. જે ઇ bhop Origir jpirat DECE 5 vi જ્ઞાનગુણ જાણવાનું, ચારિત્રગુણ સ્થિરતાનું એમ આપના સર્વ ગુણો પોતપોતાના ભિન્ન ભિન્ન કાર્ય કરે છે તે ભેદ સ્વભાવ છે. એમ કાર્યભેદે અનેકતા છે, એ બધા ગુણોમાં કાર્યભેદ હોવા છતાં તે તે ગુણો કર્યો. ક્યારેય પણ આત્માથી જુદા થઈ શકતા નથી એથી અભેદરૂપે છે તે એકતા છે. તેથી કાર્યરૂપ ઉત્પાદ થયો અને કારણરૂપે વ્યય થયો, તે અનિત્યતા. અને તે જ્ઞાન આદિ ગુણ કુંડારૂપે ધ્રુવ રહ્યા નિત્યતા છે. હે ભગવાન, આપ જ્ઞાનાદિ કાર્યના કર્તા હોવાથી કર્તૃત રૂપે પર્ણિમે છે, છતાં આપ તેમાં કાંઈ નવિનતા પામતા નથી અર્થાત અસ્તિ સ્વભાવ તેનો તે જ કાયમ રહે છે. હે પ્રભુ આપ સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોના તથા ત્રણે કાળના જાણપણાવાળા હોવા છતાં આપ વેદથી, રહિત હોવાથી અવેદી છો. HELLO શુદ્ધતા, બુદ્ધતા દેવ પરમાત્મતા, સહજ નિજેભાવભોગી અયોગી; સ્વપર ઉપયોગી તાદાત્મ્ય સત્તારસી,શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી ... અહો. ૪ - હૈ સુમતિનાથ ભગવત, આપ સર્વે પુદ્ગલ ભાવોથી તેમજ તેના સંબંધી રહિત છો. તેથી આપે સંપૂર્ણ શુદ્ધતાને પ્રાપ્ત કરેલ છે. શુદ્ધતા પ્રાપ્ત થયેલી હોવાથી આપ સંપૂર્ણ જ્ઞાન દર્શન એવા કેવળજ્ઞાનદર્શનના ભોકતા છો તેથી બુદ્ધ કહેવાઓ છો, તેમજ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી રહિત સ્થિતિ તે જ પરમાત્માપણું છે. તેમજ આપ સહજ કહેતા સ્વભાવના-પોતાના જ્ઞાનાદિક અનંતા ધર્મો તેના ભોગી છો એટલે તેમાં જ રમણતા કરી રહ્યા છો છતાં પણ આપ મન, વચન, કાયાના શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી Jain Education International For Personal & Private Use Only પ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy