SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાવલંબન દેવ, જિ.પૂ. ઉપાદાન કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ. જિ.પૂ. ૩ એ વાત સાચી છે કે સર્વ આત્માઓ પોતપોતાના ગુણ પ્રગટાવવા રૂપ કાર્યના ઉપાદાન જરૂરથી છે. પરંતુ એ ઉપાદાનને આવિર્ભાવ ક૨વામાં શ્રી અરિહંતદેવ જ મુખ્યપણે નિમિત્ત કારણરૂપ આલંબન છે. ઉપાદાનનું પ્રગટીકરણ પ્રભુની પૂજા-ભક્તિના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે. કાર્ય ગુણકારણપણે રે, કારણ કાર્ય અનૂપ; જિ.પૂ. સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ જિ.પૂ. ૪ હે પ્રભુ ! આપે મેળવેલ શુદ્ધ સ્વરૂપ એ આપનો કાર્ય ગુણ છે, અને તે જ સાધકને પણ અનુપમ કારણરૂપે પરિણમે છે. આપે મેળવેલ સંપૂર્ણ સિદ્ધતા એ મારી સિદ્ધતા પ્રગટાવવા માટે પ્રધાન સાધન છે. જેના વડે મારું ઉપાદાન કારણ શુદ્ધ થાય છે. ... એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; જિ.પૂ. કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. જિ.પૂ. ૫ યથાર્થ રીતે જો એકવાર શ્રી અરિહંત ભગવંતને વંદન થઈ જાય તો તે કારણ સત્ય હોવાથી તેના જેવો એટલે કે અરિહંત ભગવંત જેવો સાધક થઈ જાય. સિદ્ધિની પ્રતીતિ તેને થઈ જાય. ઉપાદાન અને નિમિત્ત બન્ને સત્ય હોવાથી કાર્યસિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય જ. ... પ્રભુ પણે પ્રભુને ઓળખી રે, અમલ વિમલ ગુણ ગેહ; જિ.પૂ. સાધ્યદૃષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ. જિ.પૂ. ૭ Jain Education International For Personal & Private Use Only શ્રી અરિહંત પ્રભુને અમલ-સર્વ કર્મ મળથી રહિત અને વિમલઉજ્જવળ ગુણોના ભંડારરૂપ પ્રભુતાને ઓળખી લે તો પોતાના આત્માની તેવી પ્રભુતા પ્રગટાવવા રૂપ સાધ્ય દૃષ્ટિથી સિદ્ધ કરવા જે સાધક શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી ... પ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy