SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. બારમા સ્તવનમાં પૂજાના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. દ્રવ્યપૂજા, શું પ્રશસ્ત ભાવપૂજા અને શુદ્ધ ભાવપૂજા. પરમાર્થથી જિનપૂજા એ નિજ આત્મત્વની જ પૂજા છે. જિનપૂજા વડે પોતાના આત્માનાં ગુણોની પ્રાપ્તિ અને પુષ્ટિ થાય છે. બારમા ગુણસ્થાનક સુધીના જીવોને સ્વઆત્માનું ધ્યાન પરમાત્માના (જ્ઞાનીના) શ્રત અવલંબને થાય છે. ૧૩. તેરમા સ્તવનમાં અસ્તિભાવો અને નાસ્તિભાવોની અનંતતા બતાવી છે. એમ કહી પ્રભુના નિર્મળ સ્વભાવનું ધ્યાન કરનાર પોતાના $ શુદ્ધ સ્વભાવને અવશ્ય પ્રાપ્ત કરે છે એમ જણાવ્યું છે. ૧૪. ચૌદમા સ્તવનમાં જિનમૂર્તિને અમૃતનો મેઘ, જાંગુલી મંત્ર, શું રત્નત્રયીની માળા અને આત્મધ્યાનનાં શ્રેષ્ઠ સાધન તરીકે ઓળખાવી છે. પ્રભુ મૂર્તિના દર્શનથી અશુભ આશ્રવોનો નિરોધ અને સંવરની શું અભિવૃત્તિ થાય છે અને પૂર્વકર્મની નિર્જરા થઈ જાય છે એમ જણાવ્યું છે. ૧૫. પંદરમા સ્તવનમાં આત્મા અને પરમાત્માનું એકત્વ ભાવન હું કેવી રીતે થાય તેનું અદ્ભુત અને રહસ્ય ભરપુર શૈલીમાં વર્ણન કર્યું છે. અને સાથે સાથે સામાન્ય અને વિશેષ સ્વભાવના લક્ષણો પણ છે બતાવ્યા છે. ૧૬. સોળમા સ્તવનમાં સમવસરણ અને જિનપ્રતિમાની મહાનતાઉપકારકતા બતાવી છે. - જિનપ્રતિમામાં કાર્યરૂપે અરિહંતપણું અને સિદ્ધપણું કયા કયા નયની અપેક્ષાએ રહેલું છે અને સાધકને કયા કયા નયે તે ફળદાયી બને શું છે તે સમજાવ્યું છે. નામાદિ ચાર નિક્ષેપાની પરસ્પર કાર્ય કારકતા ; બતાવી છે. ૧૭. સત્તરમા સ્વતનમાં ભગવાનની (સપુરુષની) દેશનાની મહત્તા [ શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી | ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy