________________
સંબંધ બાંધ્યો, બહુ ગાઢ સંબંધ બાંધ્યો અને મિથ્યાષ્ટિને તેના બધા અપરાધ ધ્યાનમાં લઇને ઘરની બહાર કાઢી મૂકી.
હાસ્ય, અરતિ, રતિ, શોક, દુર્ગચ્છા, ભય પામર કરસાલી; નોકષાય શ્રેણી ગજ ચઢતાં, થાનતણી ગતિ ઝાલી, ૫
અર્થ: તમે શ્રેણીરૂપી ગજ પર ચઢતાં હાસ્ય, અરતિ, રતિ, શોક, છે દુગંછા, ભય અને પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ એ નોંકષાયોએ : કૂતરાની પેઠે ભાગી જવાની ગતિ પકડી.
રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મોહના યોદ્ધા વીતરાગ પરિણતિ પરીણમતાં, ઊઠી નાઠા બોદ્ધા. ૭ અર્થ : તમે વીતરાગ પરિણતિ શરૂ કરતાં જ, રાગદ્વેષ અને અવિરતિની પરિણતિ જેવા ચારિત્રમોહના યોદ્ધા તો ઊઠીને નાશી જ ગયા.
વેદોદય કામા પરિણામો, કામ કરમ સહુ ત્યાગી; નિષ્કામી કરૂણારસ સાગર, અનંત ચતુષ્ઠ પદ પાગી. ૭
અર્થ : વેદ-સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદનો ઉદય અને કામની પરિણતિ, આવા બધાંય કામ્ય કર્મો ત્યાગીને નિષ્કામી, કરૂણારસના સાગર જેવા આપ બન્યા છો. તેથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આપનામાં પ્રગટ થયેલ છે.
દાન વિધન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિધન જગ વિધન નિવારક, પરમ લાજરસ માતા. ૮
અર્થ: તમોને દાનાંતરાય કર્મ લાગેલું હતું, જે વિઘ્નરૂપ હતું. તેનું શું નિવારણ થતાં તમો બધા લોકોને અભયદાનના દાતાર થયા છો.
લાભાંતરાય કર્મરૂપી વિપ્ન નિવારી, દુનિયાના વિપ્નને નિવારનારા,
૩૮
વીર-રાજપથદર્શિની - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org