SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ મારા હાથમાં આવી નથી. હે પ્રભુ મને ઘણા દેવોની સોબતવાળો દેખીને મને છોડી દેતા નહીં કારણ કે રોગથી પીડાયેલા મનુષ્યો મળે તેવા વૈદ્યો પાસે દવાઓ કરાવે છે તેમ મેં કર્યું હતું. હવે મને સાચાની જાણ થઈ છે તેથી હું આપનો સંગ મૂકીશ નહીં આપ પણ મને છોડી દેતા નહીં. આપની ઇચ્છાવાળો માણસ પોતાની ઇચ્છા પુરી ક૨વા આપને ઠપકો આપે છતાં જેમ ઘણા બધા પાસે માગણી કરે તેમ મેં પણ કર્યું હતું પણ હવે સાચાની ઓળખાણ થવાથી આપનો સંગ નહીં જ છોડું. જગ જોતાં જગનાથ, જિમતિમ આવ્યા છો હાથ, આછેલાલ પણ હવે રખે કુમયા કરોજી; બીજા સ્વારથી દેવ, તું પરમારથ દેવ, આ અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં મિથ્યાત્વનું સેવન કરતાં ઘણા એવા કુદેવોની ભક્તિ કરી પણ સાચા દેવ હાથમાં આવ્યા ન હતા. હે જગતનાથ ! આજ જેમ તેમ કરીને આપ મારા હાથમાં આવી ગયા છો. મારા પર હવે અપકૃપા કરતા નહીં. હું આપને યથાર્થ રીતે ઓળખી ગયો છું તો આપ મારા પર અવકૃપા ન કરતા. હવે મને ખબર પડી કે બીજા બધા દેવો સ્વાર્થી છે જ્યારે આપ પરમાર્થી દેવ છો. લોકોત્તર દેવ છો. મોક્ષ સુખના આપનાર એવા દેવ છો. આપ દોષરહિત ગુણના ભંડાર છો. હવે ભગવાન મેં બરાબર તમને ઓળખ્યા છે. કારણ કે મારા અને આપના વચ્ચે પટતું હતું તે નીકળી ગયું છે. આછેલાલ પામ્યો હવે હું પટંતરોજી. .. ૫ તે તાર્યા કંઈ ક્રોડ, તો મુજથી શી હોડ, ૧૭૬ Jain Education International આછલાલ મેં એવડો શો અલેહણોજી ? વીર-રાજપથદર્શિની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy