SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમશું મલશું, વાચકયશ કહે હેજે હલશું. સા. ૫ , અર્થ : હે પરમાત્મા! હવે અમે અમારી અને તમારી વચ્ચે જે અંતર છે તેને ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા કરીને ચોક્કસ ભાંગી નાખશું. દૂધ અને પાણીની જેમ તમારી સાથે મળી જઈશું. સહેજે ! આપણે હેતથી એકમેક થઈ જઈશું એમ યશોવિજયે કહે છે. ૧૩. શ્રી વિમલનાથ સ્વામી સેવો ભવિયાં વિમલ જિનેશ્વર, દુલ્લા સજ્જન-સંગાજી; એવા પ્રભુનું દરિશણ લેવું, તે આલસમાં ગંગાજી. સે. ૧ અર્થ: હે ભવ્ય જીવો! તમે વિમલનાથ ભગવાનની ભક્તિ કરો રે કારણ કે સજ્જનનો સંગ મળવો દુર્લભ છે. આ કાળમાં એવા છે હું પ્રભુનું દર્શન થાય તો તે આળસમાં રહ્યા છતાં ગંગાજી મળવા નું હું બરાબર છે. અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલો જી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલો જી. સે. ૨ અર્થ : હે ભવિક ! પ્રભુ દર્શનનો અવસર મળવા છતાં જે છે જીવ આળસ કરશે તે પહેલા નંબરનો મૂરખ ગણાશે. જેમ કોઈ ; હું ભૂખ્યા માણસને ખાવા માટે ઘેબર આપે છતાં તે લેવા માટે હાથ રે લાંબો ન કરે તો તે ઘેલો ગણાય તેમ. ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એવા દેખાડે છે; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડે જી. સે૩ અર્થ: હે ભવ્યો ! અનંતકાળ ભવ-સંસારમાં ભટક્યા પછી ભગવાન છે ૧૪ વીર-રાજપથદશિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy