________________
અર્થ : આપનાં બધાં કર્મ ખપ્યાથી સ્વાભાવિક રીતે પ્રથમ ચાર ; અતિશય પ્રગટ થયા. પછીથી અગિયાર થયા અને આજે તો ઓગણીશ અતિશય દેવોએ જાહેર કર્યા.
વાણીગુણ પાંત્રીશ, પ્રતિહારજ જગદીશ;
આજે હો રાજે રે દીવાજે, છાજે આઠશું જી. ૪ અર્થ : આપની વાણી પાંત્રીસ ગુણોથી શોભે છે. હે જગતના નાથ ! આજે તો તમારામાં આઠેય પ્રતિહાર્ય શોભી રહ્યા છે.
સિંહાસન અશોક, બેઠા મોહે લોક;
આજ હો સ્વામી રે શિવગામી, વાચક યશ શુક્યો છે. ૫ અર્થ: આપ અશોક સિંહાસન પર બેઠા છો. એ જોઈને પર્ષદાના લોકો આપના પર મોહી પડે છે. એવા હે મોક્ષગામી સ્વામી ! હું યશોવિજય આપની સ્તુતિ કરું છું.
૮. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ચંદ્રપ્રભ જિન સાહેબારે, તમે છો ચતુર સુજાણ, મનના માન્યા; સેવા જાણો દાસની રે, દેશો ફળ નિર્વાણ, મનના માન્યા; આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી;
ગુણ ગોઠે પ્રગટે પ્રેમ, મનના માન્યા. ૧ અર્થ : હે ચંદ્રપ્રભુ જિનેશ્વર ! સાહેબા ! તમે તો બહુ ચતુર છો હું અને સુજાણ છો તેથી મારા મનને ગમી ગયા છો. વળી હે ભગવાન!
તમે આ દાસની ભક્તિ જાણો છો. તો તેના ફળ રૂપે મને નિર્વાણનું 3 સુખ આપજો. હે ચતુર પ્રભુ ! હે નિર્વાણ સુખના ભોગી જિનેશ્વર ! જ તમે આવો. આપણે એકાંતમાં આત્માની વાતો કરીએ. જેટલા આપના જે
મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની ચોવીસી
૧૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org