SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ચિંતા શા માટે રાખે ? ન જ રાખે. એટલે કે સાધક પુષ્ટ આલંબન ગ્રહીને નિશ્ચિત થઈ શકે છે. જેણે અ૨નાથ પ્રભુના પ્રભુતારૂપ ગુણોનો રંગ લગાડીને પોતાનો આંતરિક વિકાસ કર્યો છે તે દેવોમાં ચંદ્ર સમાન એવા અરનાથ ભગવાને મેળવેલ આનંદનો અક્ષય ભોગમાં વિલાસ કરી શકે છે. ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન મલ્લિનાથ જગનાથ, ચરણયુગ ધ્યાઇએ રે, ચ. શુદ્ધાતમ પ્રાભાવ, પરમપદ પાઇએ રે; ૫. સાધક કારક ષટ્ક, કરે ગુણ સાધના રે, ક. તેહિ જ શુદ્ધ સ્વરૂપ, થાયે નિરાબાધના રે થા. ૧ અરપ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી; દેવચંદ્રને આનંદ, અક્ષય ભોગ વિલાસી... ૧૫ શ્રી મલ્લિનાથ પરમેશ્વર જગતના નાથના ચરણ કમળોને ધ્યાઇએ કારણ કે તેઓ અંતરંગ શત્રુઓથી છોડાવવાના પરમ કારણ છે. તેઓને ધ્યાવવાથી શુદ્ધ આત્મભાવ, પરમાત્મભાવ, અનંતગુણનું પ્રગટપણું થાય એટલે કે પોતાનો આત્મા નિર્મળપણાને ભજે . આ આત્મસિદ્ધિરૂપ કાર્ય ક૨વાને માટે છ કારક છે. સર્વ કાર્યમાં કારક પ્રવૃત્તિની કારણતા છે. કા૨ક ચક્ર વિના કાર્યની નિષ્પત્તિ થતી નથી. (૧) કર્તા (૨) કાર્ય (૩) કારણ (૪) સંપ્રદાન (૫) અપાદાન (૬) આધાર આ કારક આત્માને અનાદિકાળથી બાધકરૂપે પરિણમ્યા છે તે આ પ્રમાણે છે. (૧) આત્મા - પરભાવાદિ કારણોથી દ્રવ્યકર્મનો કર્તા થયો છે. (૨) ભાવકર્મ - દ્રવ્યકર્મને જે આત્મા કરે તે કાર્ય. (૩) અશુદ્ધ - વિભાવ પરિણતિરૂપ ભાવાશ્રવ અને હિંસા આદિ દ્રવ્યાશ્રવ એનાથી કર્મ બંધાયા માટે એ કારણ (કરણ). ૧૨૬ Jain Education International વીર-રાજપદર્શિની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy