________________
સામાન્ય સ્વભાવને પણ દેખે છે. નિજ રયે રમણ કરો, પ્રભુ ચારિત્રે રમતા રામ રે; ભોગ્ય અનંતને ભોગવો, ભોગે તેણે ભોકતા સ્વામી રે.... મુ. ૩
ચારિત્ર ગુણ વડે શુદ્ધાત્મ પરિણતિમાં નિરંતર રમણતા કરનારા હોવાથી તે પરમાત્મા આપ રમતા રામ છો. તેમજ ભોગ ગુણ વડે આત્માના અનંત જ્ઞાનાદિ ગુણો તેને ભોગવી રહ્યા છો માટે ભોકતા છો. તેના સ્વામી છો. દેય દાન નીત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયંમેવ રે; પાત્ર તુમ્હ નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે... મુ. ૪
હવે અહીંયા દાનગુણ જે દાનાતરાય કર્મના ક્ષયથી પ્રગટ્યો છે $ માટે તે દાન ગુણ તથા તેને કારણે પ્રગટેલ વ્યક્ત ગુણની ત્રિવિધ શું પરિણતિ કરે છે. હે પ્રભુ આપ સ્વયં અનંતદાન આપી રહ્યા છો. છું વળી આપ નિજ શક્તિ - અનંતગુણ પર્યાયરૂપ તેના પાત્ર છો, તેના જ ગ્રાહક છો તેમજ તેમાં તન્મયતા રૂ૫ આત્મશક્તિના વ્યાપક પણ છો. પરિણામિક કારજ તણો, કર્તા ગુણ કરણે નાથ રે; અક્રિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનંતી આથ રે..... મુ. ૫
હે ભગવાન ! આપ જ ગુણકરણ વડે પરિણામી કાર્યના કર્તા છો, તેથી તેના નાથ છો. વળી આપ પરભાવ અપેક્ષાએ અક્રિય છો. અક્ષય કુ સ્થિતિને પ્રાપ્ત કરવાવાળા છો, નિષ્કલંક - સર્વ કર્મ કલંક રહિત અને અનંત જ્ઞાનાદિ સંપત્તિના સ્વામી છો. પરિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ નિવાસ રે; સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પ ને નિઃપ્રયાસ રે.... મુ. ૬
શ્રીમદ્દ દેવચંદ્રજી કત ચોવીસી
૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org