________________
અખા
૬૫
જન જાણે છે જે વૈરાગ્ય, તે ત્યાં સામો ઉપજે રાગ. વૈરાગ્ય હોય ત્યાં હોય દ્વેષ, તે ત્યાં સામો બાંધે ક્લેશ. આ પાપોનો થાય ત્યાગ ત્યારે અખા સાચો વૈરાગ્ય.
(છપ્પા ૬૧૧) વૈરાગ્યમાં વૈષની છાયા હોવી ન જોઈએ વિષયોના સાચા પાંચ ભૌતિક વિકારો તરીકેનું જ્ઞાન થવાથી જે નિર્વેદ પ્રકટે તેને અખો “જ્ઞાનનિર્વેદ” કહે છે અને તેનું બીજું નામ વિવેકથી ઉત્પન્ન થનારો વૈરાગ્ય અથવા અપર વૈરાગ્ય શાસ્ત્રમાં કહે છે. ગુરુ શિષ્ય સંવાદના બીજા ખંડમાં આ વૈરાગ્યનો બોધ છે. તત્ત્વજ્ઞાનના ઉદયનો આધાર આ જ્ઞાનનિર્વેદ ઉપર છે.
પરમવસ્તુ જે પ્રકારની સચ્ચિદાનંદ એકરસ છે, અને જીવ ઈશ્વરભેદ વાસ્તવ નથી એવી ઊંડી સમજણથી ઐશ્વર્યાદિ સર્વ પ્રપંચમાં વૈરાગ્ય સિદ્ધ થવો તેને અખો “વસ્તુવૈરાગ” કહે છે. તેના ઉપર તત્ત્વજ્ઞાનની નિષ્ઠાનો આધાર છે.
: “વસ્તુ વૈરાગ્ય હોય તો મન, તો વસ્તુ પ્રીછે લે જન, પ્રત્યક્ષ વસ્તુ ન દેખે તેહ, જેને દશ્ય ઘણી છે દેહ. દશ્ય નિવારે તો છે રામ, સ્વૈપદ આપ તુરીયા ધામ. રૂપ વસ્તુ વૈરાગ્ય તું, સાંભળ કહું તુજ તન, અચવ્યું આપ વિચારતાં, નામ ટળે પુરંજન.”
(ગુરુ શિસં, ત્રીજો ખંડ ૨૦-૨૨) વૈરાગ્યના ફલરૂપે તત્ત્વજ્ઞાન વિવેકજન્ય વૈરાગ્ય અથવા અખાની પરિભાષાં કહીએ તો “જ્ઞાન નિર્વેદ” અને પરમવૈરાગ્ય અથવા અખાની પરિભાષામાં કહીએ તો “વસ્તુવૈરાગ્ય” વિના તત્ત્વજ્ઞાન પ્રકટ થતું નથી. આ તત્ત્વજ્ઞાનના ઉદયનો અને તેની નિષ્ઠાનો આધાર આ બે પ્રકારના વૈરાગ્ય ઉપર છે. ગુ. શિ, સંવાદના ચોથા ખંડમાં અખો તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરે છે. રાગ અને વૈષવાળી આપણી દષ્ટિ અથવા જ્ઞાનવાળી ચિત્તની સ્થિતિ વસ્તુને જેવી છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org