________________
૬૧
અખો અવિદ્યાદ્વારથી અનેક ચિત્તો એટલે અભિમાની જીવની લહેરોને ઊભા કરે છે. એક ભોગ્ય બને છે, બીજા ભોક્તા બને છે. જેમ એક મોટું મોજું નાનાને દબાવી સમુદ્રના અનેક રંગો અને વૈભવો ઉપજાવે છે, તેમ ચેતનસાગરના અભિમાની રૂપ મોજાંઓ-બ્રહ્માદિ દેવી તરીકે મોટાં થઈ-નાનાં જંતુના અભિમાનીઓને અને પંચભૂતની લહેરોને દબાવે છે, અને અંકુશમાં રાખે છે. પરંતુ બ્રહ્માથી માંડી નાના કીટપર્વતના જીવત્વના આભાસો અને પંચભૂતની લહેરો બ્રહ્મચૈતન્ય અથવા આધારચૈતન્ય વિના બિલકુલ સત્તા વિનાનાં છે. આથી વધારે ઊંડી સમજણથી પરમેશ્વરની સૃષ્ટિના સંબંધમાં છેવટનું સત્ય છે. એ મંતવ્યનો મહિમા ખોટો ઠરે છે. અખો કહે છે કે આ કારણથી તટસ્થ અથવા નિમિત્તકારણવાળા પરમેશ્વરવાદ કરતાં વેદાંતનો અભિન્ન નિમિત્ત અને ઉપાદાનવાળો અંતર્યામી ઈશ્વરવાદ ચઢિયાતો છે :
વેદાંતે જે ઈશ્વર કહ્યો, તે જોવા કોઈ નહિ અળગો થયો. તે ઈશ્વર છે સર્વાવાસ, જેણે સઘળો શબ્દ વિલાસ. જે ઘટ જેવો ઉગે રંગ, તેણે તેવું બાંધ્યું અંગ પ્રભુસામર્થ્ય તણો નહિ પાર, જે હું દ્વાર હોય વિસ્તાર
(ચિત્તવિચારસંવાદ ૮૪, ૮૫) આ મુદ્દા ઉપર જો કે શ્રી શાંકરભાષ્યમાં જગતકારણની પ્રક્રિયા પર પથરનું-પ્રતિપાદન છે, તો પણ પરમતાત્પર્ય નિર્વિશે. બ્રહ્મચૈતન્યમાં છે એમ અખો જણાવે છે.
સાંભળ સંમત કહું તુંજ અંગ, શંકરભાષ્ય તણો જે રંગ.
કાર્યોપાધિતણું નામ જીવ, કારણોપાધિ ઈશ્વર સદેવ, જીવેશ્વરનું કારણ જેહ, પરબ્રહ્મ ત્યાં કહીએ તેહ.
જીવ ઈશ્વર બ્રહ્મને વિષે, વ્યોમ ચિત્ર માયા રહી લખે.
(ગુ. શિ. સંવાદ ત્રીજો ખંડ ૩-૩૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org