________________
અખો
પર
અખેગીતાના બીજા ખંડનું તાત્પર્ય જીવન્મુક્ત જે પદને પ્રાપ્ત કરી કૃતકૃત્ય થાય છે તેનું વર્ણન અખેગીતાના બીજા ખંડમાં (કડવાં ૧૭-૨૩ સુધીનાં છ કડવા) આવે છે. અખો દૃષ્ટાંતવડે જીવન્મુક્ત મહાપુરુષદ્વારાજ આ પદ સ્પષ્ટ કહે છે. જીવન્મુક્તનું અથવા અનુભવી સ્વામીનું જીવન બ્રહ્મ વસ્તુની ખાત્રી આપે છે.
છો કૈવલ્ય સ્વામી તમો, દિસો ઈશ્વર, માયા જીવ, એ ત્રણ પ્રકારે થાઓ તમે, પણ સ્વભાવે તમે શિવ.” બ્રહ્મચેતન્યના માયા દ્વારથી જીવ-ઇશ્વર વિભાગ અને
પરબ્રહ્મનું અખંડ નિર્વિકાર અધિષ્ઠાન કૈવલ્ય અથવા નિયમુક્ત બ્રહ્મપદ ઈશ્વરરૂપે, માયારૂપે, અને જીવરૂપે ભાસે છે. કૈવલ્યપદનું-ધામ-વીર્ય જયારે માયામાં પડે છે ત્યારે ઈશ્વરભાવ ઉત્પન્ન થાય છે, અને તેના ઐશ્વર્યવડે અનેક આભાસરૂપ જીવો ફુરે છે. શુદ્ધ ચૈતન્ય સૂર્યબિંબ જેવું રહી તેનાં કિરણો કોઈ પચરંગી કાચના મંદિરમાં ઊતરે અને વિચિત્ર રૂપો દેખાય તેમ જીવોના અનેક આભાસો માયાના મંદિર વડે દેખાય છે –
જેમ કાચનું મંદિર રચ્યું, નીલ પીત શુભ્ર શ્યામનું તે ઉપર તપ્યો સૂર જ્યારે, ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું કૈવલ્ય સૂરજ તપે સદા, માયા તે મંદિર કાચ, ઈશ્વરનામ તે તેનું ભાઈ જીવ થઈ માન્યું સાચ. અધિષ્ઠાન તે તમે સ્વામી, તેણે એ ચાલ્યું જાય, અણછતો જીવ હું છું કરે, પણ ભેદ ન પ્રીછે પ્રાય. કહે અખો તમે નાથ નિર્ગુણ, થયા સગુણ વેશે જીવને,
એ કલા તમારી પ્રીછવા, જીવ સેવે હરિગુરુ સંતને. શુદ્ધ કેવલ્યપદ તે સાચો સૂર્ય (નિર્ગુણ) માયાના પંચરંગી કાચમાં તે કૈવલ્યબિંબનાં જે કિરણજાળો ઊતરી અનેકરૂપે જે સૂર્યબિંબ પલટાય તે સગુણ ઈશ્વર અને તે ઈશ્વરના અનેક રંગોમાં સાચાપણું માન્યા કરે એવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org