________________
અખો
૨૪
૪૮ બળરૂપ રહેલી માયાશક્તિ બ્રહ્મતત્ત્વના સચિત્ આનંદ ભાવને પ્રધાન ભાવમાંથી એટલે રૂપમાંથી સત્ત્વ, રજસ્ અને તમન્સ નામના ગુણ એટલે હલકા રૂપમાં લાવી જેમ પ્રવાહી જળ બરફનું રૂપ પકડે તેમ જગતનું રૂપ પકડે છે. અને તેમાં -
તેમાં ભક્તિ (પંખિણી) અને જ્ઞાન વૈરાગ્ય, અંગો (પાંખો). તમો ભાગમાંથી પંચભૂત અને પંચતન્માત્રાઓ ૧૦ રજો ભાગમાંથી દસ ઇન્દ્રિયો પોતપોતાના દેવતા સાથે ૧૦ સત્ત્વ ભાગમાંથી મન, બુદ્ધિ, ચિત્ત અહંકાર નામના ૪
ચાર અંતઃકરણો મળી ચોવીસ તત્ત્વાકાર પરિણામે છે, અને તે ચોવીસ તત્ત્વોને પોષણ આપનારી મૂલ પ્રકૃતિરૂપે પચીસમી ઊભી રહે છે. આ પચીસ વેશ ભજવનારી માયા-નટી જેના આગળ આ વેશ ભજવે છે એવા પરમાત્માના મૂલ સ્વરૂપને કોઈ રીતે ઓછાવત્તા બનાવી શકતી નથી. આ પ્રમાણે આ નાટક ભજવનારી અદૂભુત નટી વડે જે મૂલ ચૈતન્ય આવરણ પામી ઢંકાય છે તે પ્રકૃતિ પાશમાં પડેલો જીવાત્મા ગણાય છે. આ પ્રમાણે બ્રહ્મચૈતન્યની અખાના અભિપ્રાય પ્રમાણે ત્રણ પ્રકારની શક્તિઓ છે :- (૧) મૂલ ચિશક્તિ, (૨) માયાશક્તિ (૩) પ્રકૃતિશક્તિ જુઓઃ- (૧) ચિશક્તિ બ્રહ્માનંદની, - અખેગીતા કડવું ૧ (૨) ઊર્ણનાભ જેમ ઊર્ણા મૂકી, તે મૂકીને પાછી ભખે, તેમ માયા ચિશકિત માટે, મોટું સામ્યર્થ એ વિષે
અખેગીતા કડવું ૭ (૩) પ્રકૃતિ તે પંચવીસમી પરિવાર સર્વ તેહનો કહ્યો. બ્રહ્મચૈતન્યનો સ્વભાવ ધર્મ ચિદૃશક્તિ, અને તેની આવરણ કરનારી માયા શક્તિ વડે તે બ્રહ્મચૈતન્ય વડે તે બ્રહ્મચૈતન્ય જીવનો આભાસ અને બંધ-મોક્ષનો વ્યવહાર ઊભો કરે છે, અને તેની પ્રકૃતિ નામની વિક્ષેપ કરનારી ત્રીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org