________________
અખો
૩૫ તેણે કેટલાંક અંગો રચ્યાં છે. આ અંગમાલાને આપણે દોષનિવારક અંગ કહેશું. આ વર્ગમાં (૧) વેષનિંદા, (૨) આભડછેટનિંદા, (૩) સ્થૂલ દોષઅંગ, (૪) પ્રપંચઅંગ, (૫) ચાન,અંગ, (૬) સૂક્ષ્મદોષઅંગ, (૭) ચાણાકઅંગ (૮) ભાષાઅંગ, (૯) ખળજ્ઞાનીઅંગ, (૧૦) જડભક્તિઅંગ, (૧૧) સગુણભક્તિઅંગ, (૧૨) દંભભક્તિઅંગ, (૧૩) જ્ઞાનદગ્ધઅંગ, (૧૪) દશવિજ્ઞાનીઅંગ, (૧૫) વિભ્રમઅંગ, (૧૬) કુટકળઅંગ.
બીજા વર્ગમાં બ્રહ્મવિદ્યાનાં સાધનોનું મુખ્યત્વે કરીને પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ વર્ગનું નામ ગુણગ્રાહકઅંગ વર્ગ આપણે આપીશું. તેમાં નીચેનાં તેર અંગોનો સમાસ થાય છે – (૧) ગુરુઅંગ, (૨) સહજઅંગ, (૩) કવિઅંગ, (૪) વૈરાગ્ય અંગ, (૫)વિચારઅંગ, (૬) ક્ષમાઅંગ, (૭) તીર્થઅંગ, (૮) સ્વાતીતઅંગ, (૯) ચેતનાઅંગ, (૧૦) કૃપાઅંગ, (૧૧) ધીરજઅંગ, (૧૨) ભક્તિઅંગ, (૧૩) સંતઅંગ.
ત્રીજા વર્ગમાં બ્રહ્મવિદ્યાના પ્રમેયો અર્થાત્ જાણવા યોગ્ય પદાર્થોનું તથા સિદ્ધાન્તોનું પ્રતિપાદન છે. આ વર્ગને સિદ્ધાન્ત પ્રતિપાદકઅંગ વર્ગ કહીશું. તેમાં નીચેનાં ચૌદ અંગોનો અંતર્ભાવ થાય છે :- (૧) માયાઅંગ, (૨) સૂઝઅંગ, (૩) મદાલસઅંગ, (૪) વિશ્વરૂપઅંગ, (૫) સ્વભાવઅંગ, (૬) જ્ઞાની અંગ, (૭) જીવઈશ્વર અંગ (૮) આત્મલક્ષઅંગ, (૯) વેષવિચારઅંગ, (૧૦) જીવઅંગ, (૧૧) વેદઅંગ, (૧૨) અજ્ઞાનઅંગ, (૧૩) મુક્તિઅંગ, (૧૪) આત્માઅંગ.
ચોથા વર્ગમાં બ્રહ્મવિદ્યાના ફલનું વર્ણન કરતાં કાવ્યો છે. આ ફલપ્રતિપાદક વર્ગમાં (૧). પ્રાપ્તિઅંગ અને (૨) પ્રતીતિઅંગનો સમાવેશ થઈ શકે છે.
અને ઉપરની પ્રથમ પ્રસિદ્ધ થયેલી છપ્પાની આવૃત્તિમાં એકંદર ૪૮ અંગો છે, અને છપ્પાઓની ગણત્રી ૬.૩૯ કરી છે, જ્યારે સસ્તા સાહિત્યની આવૃત્તિમાં એકંદર ૪૫ અંગો છે અને છપ્પાઓ ૭૪૬ છે. સને ૧૮૫રની પ્રતમાં અંગો (નં. ૨૬, ૪૦, ૪૧, ૪૨, ૪૪, ૪૫)નાં નામ નથી અને તે સાથે પંચીકરણના આરંભના ૨૩ છપ્પાને સ્વતંત્ર ૧૪મા અંગ તરીકે આપ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org