________________
અખો
૨૮
બ્રહ્માંડવિવેક જેવી રચના પિંડની છે, તેવી રચના બ્રહ્માંડની છે. તફાવત એટલો છે કે પિંડાભિમાનીનો દેહ પંચીકૃત મહાભૂતનો બનેલો છે, ત્યારે બ્રહ્માંડાભિમાનીનો દેહ અપચકૃત પંચમહાભૂતોનો બનેલો છે. પંચીકૃત પંચમહાભૂતની પ્રક્રિયા સમજવાની જરૂર છે :- .
પંચભૂતના પ્રત્યેક ભૂતના અણુના ૧/૨ અડધા ભાગ સાથે બીજા ચાર ભૂતના ૧૮ જોડવાથી જે મિશ્ર અણુ ઉત્પન્ન થાય તે અડધા ભાગવાળા ભૂતના પ્રાધાન્યવાળું તે તે ભૂતનું પંચીકૃત પરમાણુ કહેવાય છે. ઉદાહરણ તરીકે શુદ્ધ પૃથ્વીતત્ત્વના અણુના ૧૨ ભાગ સાથે જળ, તેજ,વાયુ, આકાશનો પ્રત્યેકનો ૧/૮ ભાગ સંમિશ્ર થાય તો એક પંચીકૃત પૃથ્વીનું પરમાણુ બને તેમાં પૃથ્વીના અંશનું પ્રાધાન્ય અને બાકીનાં ચાર ભૂતોનું ગૌણપણું હોય છે. તેવી રીતે બીજાં ભૂતોનું પણ સમજી લેવું.
અખાના અભિપ્રાય પ્રમાણે જીવની સ્થૂલ કાયા પંદર તત્ત્વોથી બનેલી છે, અને તેમાં પંચીકૃત પંચભૂતના પરમાણુઓ કામમાં આવે છે, ત્યારે ઈશ્વરની કાયા અપંચીકૃત પંચભૂતોમાંથી ઘડાયેલી હોય છે –
સત્તર તત્ત્વની ઈશ્વર કાય, પાંચ પ્રાણ ૧૦દશ ઇન્દ્રિય થાય, "મન બુદ્ધિ સહિત સત્તરે તત્ત્વ, સૂત્રાત્માનું તેમાં સત્ત્વ. અપંચીકરણ ઈશ્વરનો દેહ, પંચીકરણ જીવ જે તેહ, પંચીકૃતનું જીવ શરીર, પંચભૂત, દશમાંહી સમીર. પકર્મેન્દ્રિય પજ્ઞાનેન્દ્રિય જ્ઞાન, "પંચ વિષય તન્માત્રા ભાન, "મન બુદ્ધિ ચિત્ત અહંકારને માય, ચૌદે દેવ તેનો અધિષ્ઠાય. સર્વ મળી ચાલે પરચાર.....
આ પ્રમાણે ઈશ્વરનો સચેતન દેહ અપંચીકૃત તત્ત્વોનો ઘડાયેલો તેમાં સત્તર તત્ત્વવાળા હિરણ્યગર્ભ અથવા સૂત્રાત્મા વડે તે જગતનું તંત્ર ચલાવે છે, ત્યારે જીવનો સચેતન દેહ પંચીકૃત ભૂતનો બનેલો પ્રાણ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, પતન્માત્રા(શબ્દાદિ) અંતઃકરણ, ૧માયા (અવિદ્યા) મળી ૩૦ તત્ત્વો અધ્યાત્મમર્યાદામાં ઘડાઈ દસ બાહ્ય કરણો (પ+૫) અને ચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org