________________
અખો
અખો કહે છે કે પ્રણવદ્વારા ભેદાયેલા સગુણબ્રહ્મચેતનના તમોભાગમાંથી પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એ પાંચભૂતોની ઉત્પત્તિ થાય છે; અને સત્ત્વગુણમાંથી અધિદૈવસૃષ્ટિ, તથા ઇંદ્રિયસૃષ્ટિ ઉત્પન્ન થાય છે, અને સત્વગુણમાંથી ચાર અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર), અને પાંચ વિષયો અથવા તન્માત્રાઓ (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ) પ્રકટ થાય છે. આ ચોવીસ તત્ત્વો અને પચીસમી અવ્યાકૃત માયા જેને અર્ધમાત્રા કહે છે અને છવ્વીસમો મહાવિષ્ણુ અથવા મહાપુરુષનું ચેતન એટલાં તત્ત્વોનો ભાગવતને અનુસાર અખો સ્વીકાર કરી તેના ઉપર પોતે પિંડબ્રહ્માંડની માંડણી (મંડ્ય) કરે છે.
--
પિંડવિવેક
આ છવ્વીસ તત્ત્વોમાં મહાવિષ્ણુ એજ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, અને બાકીનાં તત્ત્વો તેના વડે ચૈતન્યવાળાં વ્યક્ત દશાનાં તેમજ અવ્યક્ત દશાનાં સમુદ્રના ભરતીઓટ જેવાં તેમાં ઉદય અને અસ્ત પામે છે. પરંતુ જેમ સમુદ્રમાં ભરતીઓટ વડે જળનું ઓછાવત્તાપણું થતું નથી, તેમ મહાવિષ્ણુમાં આ વ્યક્તઅવ્યક્ત તત્ત્વોની ભરતીઓટથી તેના ચૈતન્યરસમાં કમીજાસ્તી થતી નથી. આ મહાવિષ્ણુના ચૈતન્યબળથી અવ્યક્ત માયામાંથી વ્યક્ત તત્ત્વોનો ઉદય થવો તેનું નામ સૃષ્ટિ અથવા “ઉપસર્ગ' તેનો લય થવો તેનું નામ પ્રલય. આ પ્રલય એક કુદરતી એટલે નૈસર્ગિક કાલક્રમથી થાય છે. પે બીજો યોગ વડે અથવા ઉપાય વડે સિદ્ધ થાય છે. જેમ ઊભરાયેલું દૂધ ઊભરાઈને શમી જાય, અથવા તેને અગ્નિથી દૂર કરવામાં આવે ત્યારે શમી જાય તેમ લયયોગ વડે આ જગતનો ઊભરો શમે છે, અને જીવાત્મા પોતાના સાચા શાંત મહાવિષ્ણુસ્વરૂપને યોગનિદ્રાથી મેળવી શકે છે. જે જીવાત્મા ભોગનિદ્રામાં છે, તેને મહાવિષ્ણુની યોગનિદ્રામાં લઈ જવો તેનું નામ લયયોગ. ત્યારે સૃષ્ટિપ્રક્રિયા સમજ્યા વિના લયયોગની કળા હાથમાં આવતી નથી તે સહજ સમજાશે.
3
Jain Education International
૨૫
ઉપર જણાવેલા પ્રણવના બલથી જે અવ્યાકૃત બીજ ભેદાઈ તેનો તમોભાગ છૂટો પડે છે, તેમાંથી પંચભૂતોની આકાશ, વાયુ, તેજ, જલ,
For Personal & Private Use Only
www.jainelibrary.org