________________
અખો
૨૧
આવા હરિભક્તના જીવંત શરીરમાં પરબ્રહ્મ પરોક્ષ છતાં અપરોક્ષ થાય છે. એ “સંતપ્રિયા પ્રકરણના પહેલા વિભાગનું તાત્પર્ય અખો વર્ણવે છે. બીજા ત્રણ મુદ્દાઓ ““સંતપ્રિયાના બાકીના ખંડ મળ્યા વિના આપણે ચર્ચા શકીએ એમ નથી.
૨. બ્રહ્મલીલા - હિંદી ભાષામાં રચેલું આ “બ્રહ્મલીલા' નામનું નાનું પ્રકરણ આઠ ચોખરા અને આઠ છંદોમાં ગોઠવાયેલું છે. બ્રહ્મ અથવા હરિ નામનો હીરો શી રીતે મેળવવો તેનું પ્રતિપાદન આ પ્રકરણનો વિષય છે.
બ્રહ્મસ્વરૂપ નિરંજન અને સાંજન એમ બે પ્રકારનું છે. તેમાં નિરંજન એટલે કાજળ વિનાના દીપક જેવું બ્રહ્મસ્વરૂપ કાળ, કર્મ, અને માયાની મેશ વિનાનું છે. તે નિરંજન બ્રહ્મચૈતન્ય પ્રણવ અથવા ઓંકાર શબ્દના પૂર્ણ બિંદુ ભાવ વડે લક્ષણા કરવા યોગ્ય છે. એ બિંદુભાવથી સહજ નીચલો ભાવ તે અર્ધમાત્રા પ્રણવની ગણાય છે અને તે ત્રિગુણતત્ત્વવાળી માયા અથવા અજા (નહિ જન્મેલી) શક્તિ ગણાય છે. આ માયા, અજા, ત્રિગુણમયી પ્રકૃતિ તે નિરંજન બ્રહ્મચૈતન્યનું અંજન એટલે કાજળ જેવી છે. જેના સંબંધ વડે પરમબ્રહ્મચૈતન્ય સગુણબ્રહ્મરૂપ ધારણ કરે છે. પરબ્રહ્મ અથવા નિરંજનબ્રહ્મ અર્ધમાત્રાથી સૂચવાતી માયાના અંજન વડે અપરબ્રહ્મ અથવા સગુણ બ્રહ્મ બને છે. આ યોગ થયા પછી “અજા” ફેલાય છે. અનેક પ્રસૂતિના પ્રભાવને તે દેખાડી દે છે. અખાની પરિભાષામાં આ યોગ થયા પછી સગુણ બ્રહ્મ તે
સ્તુતિ પદારથ” એટલે ઉપાસના અથવા સ્તુતિ કરવા યોગ્ય ચૈતન્ય બને છે, અને અજામાયા તે દષ્ટ એટલે દેખાતા પદાર્થોની સ્વામિની એટલે અધ્યક્ષ બને છે. આ વિશ્વની સ્કૂર્તિ આ ““સ્તુત્યપદાર્થ” અને “દષ્ટ પદાર્થની સ્વામિની” આ બેના અદ્ભુત સંબંધથી જેમ મેઘાડંબરમાં વીજળી ચમકે તેમ થાય છે.
“સગુણ બ્રહ્મ સો સ્તુતિ પદારથ, દષ્ટ પદારથ સ્વામિની
અખા બ્રહ્મ ચૈતન્ય ઘનમેં, ભઈ અચાનક દામિની.” આ ચૈતન્યની વીજળીનો પ્રવેશ થયા પછી ત્રણ ગુણ મૂર્તિઓ-બ્રહ્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org