________________
૪૪
ક્ષત્રપકાલીન ગુજરાત આપેલી સાલવારી વર્ષવાર નથી; પરંતુ જે તે રાજાની ઉપલી અને નીચલી જ્ઞાત મર્યાદા સૂચવી છે. તે પછી ધ કનૉલજિ ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ' (વિદ્યા, ગુજરાત યુનિવર્સિટી, ૧૯૫૬, વર્ષ ૧, અંક ૧) નામના લેખમાં હરિપ્રસાદ શાસ્ત્રીએ કોષ્ટક સ્વરૂપે ક્ષત્રપોની સાલવારી આપી છે. એમણે પણ જે તે રાજાના આરંભ અને અંતનાં વર્ષોનો નિર્દેશ આપી લેખાંતે ખૂટતાં વર્ષોની યાદી આપી છે. ત્યાર પછી આ ગ્રંથલેખકે “પશ્ચિમી ક્ષત્રપોની સાલવારી” નામના લેખમાં (જુઓ : સ્વાધ્યાય, વર્ષ ૫, અંક ૪, ૧૯૬૮, પૃષ્ઠ ૪૭૮થી ૪૯૮) વર્ષવાર ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભયના સંદર્ભમાં વિગતે સાલવારી કોષ્ટકરૂપે આપી છે, જેનું વિગતે વર્ણન આ ગ્રંથમાં પરિશિષ્ટ રમાં પ્રસ્તુત કર્યું છે. આ પરિશિષ્ટમાં આ લેખકે શક વર્ષ ૧૦૧થી આરંભી શક વર્ષ ૩૩૭ સુધીના પ્રત્યેક વર્ષના ક્ષત્રપ અને મહાક્ષત્રપના સિક્કાઓની વિસ્તૃત યાદી આપી છે અને પ્રત્યેક વર્ષના સિક્કા સાથે રેપ્સનના કેટલૉગમાંનો ક્રમાંક અને સંદર્ભ વિગતો પણ નોંધી છે. તે સાથે તે તે વર્ષનો સિક્કો ક્યા નિધિમાં છે કે કયા સંગ્રહમાંનો છે તેની માહિતી પણ આપી છે. માત્ર આ લેખકે જોયેલા સંગ્રહાલયમાંના અને અંગત સંગ્રહમાંના સિક્કાઓના સંદર્ભે આ સૂચિ છે. આ સિવાય ક્ષત્રપ સિક્કાઓ કોઈ સંગ્રહાલયમાં કે અંગત સંગ્રહમાં હોય તો તેની વિગત અહીં આપી શકાઈ નથી.
પરિશિષ્ટ પમાં જણાવ્યા મુજબ શક સંવતનો પ્રવર્તક કાર્દમક શાખાનો રાજા ચાષ્ટન હતો. તેથી ક્ષહરાત શાખાના રાજાઓએ, ખાસ તો નહપાને પોતાના લેખોમાં રાજકાલનાં વર્ષોનો વિનિયોગ કર્યો હતો. પ્રકરણ ૧૧માં દર્શાવ્યા મુજબ સામાન્યત: ક્ષત્રપાદનો અધિકાર મહાક્ષત્રપપદનાં અંતિમ વર્ષોમાં જે તે યુવરાજને પ્રાપ્ત થયો હતો. આથી ક્ષત્રપપદના અધિકારી યુવરાજોએ રાજાક્ષત્રપ તરીકે તૈયાર કરાવેલા સિક્કાઓમાંનાં નિર્દિષ્ટ વર્ષ સળંગ ક્રમમાં નથી. વળી આ રાજાઓના અમલનાં અંતિમ વર્ષમાં કેટલાક સમયના માત્ર ક્ષત્રપ તરીકેના, તો તે પછીના કેટલાક સમયના કેવળ મહાક્ષત્રપ તરીકેના સિક્કા જ સંપ્રાપ્ત થયા છે. આથી અહીં તો માત્ર મહાક્ષત્રપપદના અધિકૃત રાજાઓએ તૈયાર કરાવેલા સિક્કાના સંદર્ભમાં અપ્રાપ્ય વર્ષોની વિગતો પ્રસ્તુત કરી છે. હા, જે સમયના ફક્ત ક્ષત્રપ સિક્કાઓની પ્રણાલિ જોવી પ્રાપ્ત થઈ છે. તેનો જો કે સમાવેશ કર્યો છે. શિલાલેખો અને સિક્કાલેખોના સંદર્ભે જે વર્ષો અપ્રાપ્ય છે તે અત્રે દર્શાવ્યાં છે. :
શક સંવતનાં ખૂટતાં વર્ષ ૧થી ૧૦
૨૨૧થી ૨૨૬ ૧૨થી ૧૧
૨૩૩ પ૩થી ૭૧ ૨૪૮ ૭૩થી ૧૦૦ ૨૫૦-૫૧ ૧૦૮
૨૫૫-૬૯ ૧૨૧
૨૭૫-૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org