________________
૩૫૪
ક્ષત્રપકાલીન ગુજરાત ધોતી, સાડી, કિનારવાળી રેશમી સાડી, અનુત્તરીય, પાઘડી, વળયુક્ત પાઘડી, કોટ, જાકીટ, જેવાં વસ્ત્રોનો ઉલ્લેખ સંવિન્નામાં છે એ બાબત અહીં નોંધવી જોઈએ. ક્ષત્રપ રાજાઓ ઈરાની ઢબનો લાંબો કોટ પહેરતા હશે.
ઉપર્યુક્ત વર્ણનથી-વિવરણથી ક્ષત્રપકાલના ગુજરાતના લોકોના વસ્ત્રપરિધાનનો સામાન્ય ખ્યાલ હાથવગો થાય છે. વિજ્ઞાનો વિશેષ અભ્યાસ આ બાબતે ઘણી માહિતી આપણને સંપડાવી આપે છે. નામકરણ પરંપરા
ક્ષત્રપોના અભિલેખોમાં નિર્દિષ્ટ મનુષ્યનામનાં નિરીક્ષણ કરવાથી તત્કાલીન ગુજરાતમાં નામકરણ પરત્વે ક્ષત્રપકાલીન પરંપરા વિશે થોડો ખ્યાલ મળી રહે છે. અલબત્ત શિલાલેખની સંખ્યા અલ્પ હોઈ તથા સિક્કા ઉપર અંકિત નામ રાજાઓ પૂરતાં મર્યાદિત હોઈ ક્ષત્રપકાલીન ગુજરાતના આ એક મહત્ત્વની વિદ્યા વિશે માહિતી મેળવવામાં મુશ્કેલી રહે છે. '
ક્ષત્રપ રાજઓનાં નામ, તેઓ વિદેશી હોઈ, સામાન્યતઃ વિદેશી અસરથી યુક્ત હોવાં જોઈએ; પરંતુ ભૂમક, નહપાન, સામોતિક કે ટ્રાન્ પદાંતવાળાં થોડાંક નામ સિવાય આ રાજાઓનાં નામ શુદ્ધ ભારતીય પરંપરાનાં હોય એમ એમનાં નામનાં અધ્યયનથી સ્પષ્ટ થાય છે. સાધનોની મર્યાદાને કારણે આ સમયના લોકોનાં નામ વિશે સ્પષ્ટતઃ કશું કહેવું અઘરું છે. રુદ્રદામા, રુદ્રસિંહ, રુદ્રસેન અને રૂદ્રભૂતિ જેવાં પુત્ર પૂર્વપદયુક્ત નામ આ શાસકોએ સવિશેષ પ્રયોજ્યાં છે. સિંહ પૂર્વપદવાળા નામનો બહુ પ્રચાર હોય એમ જણાતું નથી; કેમ કે સિંહસેન એવું એક નામ જાણવું પ્રાપ્ત થયું છે. ટ્રા પૂર્વપદયુક્ત નામના બે ઉદાહરણ હાથવગાં થાય છે : દામસેન અને દામજદશ્રી.
વિશ્વસિંહ, રુદ્રસિંહ, સત્યસિંહ, વિશ્વસેન, દામસેન, સિંહસેન, સિદ્ધસેન, રુદ્રસેન જેવાં fસદ અને સેન પદાંતવાળાં નામ આ કાળમાં વિશેષ પ્રયોજાતાં હશે. ટામનું પદાંતવાળાં નામ સૌથી વિશેષ પ્રમાણમાં મળે છે : રુદ્રદામા, જયદામા, જીવદામા, યશોદામા, સત્યદામા, સંઘદામા, ભર્તુદામા, વીરદામા ઇત્યાદિ. ઋષભદત્ત, 2ષ્ટદત્ત, ઈશ્વરદત્ત, ઉષવદાર અને ઋષભદેવ જેવાં નામની કોઈ વિશેષતા જાણવી પ્રાપ્ત થતી નથી. યશદત્તા, જેઠવીરા, દક્ષમિત્રા, પદ્માવતી, દુર્લભદેવી જેવાં થોડાંક નામ સ્ત્રીઓ માટે પ્રયાજાયેલાં પ્રાપ્ત થયાં છે.
ઉપર્યુક્ત નામોનાં પૂર્વપદનાં વર્ગીકરણથી આ કાલના લોકોનાં નામકરણની પ્રવૃત્તિપ્રક્રિયા વિશે સારો ખ્યાલ મળે છે. રુદ્ર, ઈશ્વર, ઉષવ જેવાં પૂર્વપદથી લોકો ઈશ્વરનાં નામ ઉપરથી મનુષ્ય નામ પ્રયોજતા હશે એમ દર્શાવી શકાય છે. ભર્તુ, વીર, જેઠ, દક્ષ, સત્ય જેવાં પૂર્વપદથી ગુણવાચક નામોના પ્રચારનો ખ્યાલ આવે છે. સિંહ અને ઋષભ જેવા પશુ તથા પધ, પર્ણ, દામ જેવી વનસ્પતિ ઉપરથી નામ પાડવાનો રિવાજ સમજાય છે. જય, યશ, સત્ય, સિદ્ધ જેવાં પૂર્વપદયુક્ત ભાવવાચક નામ, વિશાખા જેવાં નક્ષત્ર ઉપરથી પ્રયોજાતાં નામ, સંઘ જેવાં સમૂહવાચક નામ ઉપરથી નામકરણ પ્રક્રિયાની વિવિધતાનો સુંદર ખ્યાલ પ્રાપ્ત થાય છે. નક્ષત્ર, તારા, ચંદ્ર, ગ્રહ, સૂર્ય, ગગન, નદી, સાગર, વૃક્ષ, પુષ્પ, દેવતા વગેરેના સંદર્ભમાં પ્રયોજાતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org