________________
પ્રકરણ એકવીસ
૩૫૧
આ ઉપરાંત એનાં બીજાં એકમ તરીકે તાંબાના, સીસાના અને પૉટનના સિક્કા પ્રચારમાં હતા. આ નાણાંની કઈ સંજ્ઞા હતી કે તેનું કર્યું મૂલ્ય હતું તે વિશે કોઈ જાણકારી હાથવગી થતી નથી. સંવનનામાં દર્શાવ્યા મુજબ ક્ષત્રપ સિક્કાનું અપર નામ રવૃત્ત હતું. નાણાં બજાર અને લેવડદેવડા
નહપાનના સમયના ઉષવદાત્તના નાસિકના શિલાલેખથી સૂચવાય છે કે ધીરધાર જેવી જાહેર સેવાની કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. આ લેખમાં, ઉષવદારે ૨૦૦૦ કાર્દાપણ ગોવર્ધન (જિલ્લો નાસિક)માં સ્થિત શ્રેણીઓ પૈકી એક વણકર પેઢીમાં (ફોતિ નિઝા) કાયમી અનામત વાસ્તે મૂક્યા હતા, એવો નિર્દેશ છે. આ રકમ પેટે એના વ્યાજની રકમમાંથી ગુફાનિવાસી ૨૦ સાધુઓને ૧૨ કાર્દાપણના મૂલ્ય જેટલાં કપડાં માટે દાન આપવાની જોગાવઈના ઉલ્લેખ છે : તો તને વાર્તાનાં મિશ્ન વિગત પ્રસ્થ વૈવરિ દ્વારા (ાર્થાપના)૧.
સામાન્યતઃ બૌદ્ધ ભિક્ષુને ત્રણ ચીવર (વસ્ત્રો પહેરવાની છૂટ હતી : અન્તર્વા (અંતરીયઅંદરનું વસ્ત્ર), ઉત્તરા (ઉત્તરીય-ઉપલું વસ્ત્રો અને સંધારી(આખા શરીરને હૂંફ આપનારું બેવડું વસ્ત્ર)૨૨. આમ, ત્રણે વસ્ત્રની બનેલી એક જોડ કપડાં કાજે વર્ષે ૧૨ કાર્દાપણની જરૂર પડતી એવું આથી સમજાય છે. *
- સાધુઓનાં ચીવર માટે અનામત રાખેલી રકમનું વ્યાજ, લેખમાં દર્શાવ્યા અનુસાર પ્રતિમાસે એક ટકા એટલે કે વાર્ષિક ૧૨ ટકા હતું એમ સ્પષ્ટ થાય છે. આ ગામમાં સ્થિત બીજી એક વણકર પેઢીમાં (સ્રોનિક નાય) ૧૦૦૦ કાર્દાપણની મૂડી રોકી હતી. તેના વ્યાજમાંથી સાધુઓને દાન અપાતાં. આ મૂડીનાં વ્યાજનો દર પ્રતિ માસે ૩ ટકા એટલે કે વાર્ષિક ૯ ટકાનો હતો. એક ગામમાં સ્થિત અને એક જ પ્રકારના વ્યવસાયમાં વ્યસ્ત બે પેઢીમાં વ્યાજના ભિન્ન દરથી એવું ફલિત થાય છે કે વ્યાજના દર ૯ ટકાથી ૧૨ ટકા સુધીના હશે. લેખના અંતમાં નિર્દેશ છે તે મુજબ તે ગામની સ્થાનિક સંસ્થાના દસ્તાવેજી કાર્યાલયમાં નિયમ મુજબ થાપણની જાહેરાત નોંધાવવી પડતી હતી (સ્ત્રાવિત નિયામસમાય નિબંધ ૨ નવારે વરિત્રતોતિ)૨૩. આંથી, એમ દર્શાવી શકાય કે પંચાયત જેવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં હોવી જોઈએ અને લોકોની સલામતી એની મુખ્ય ફરજ હોવી જોઈએ.
અહીં એ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઉષવદાત્ત નહપાનનો જમાઈ હતો અને તેથી સરકારમાં એની વગને કારણે એણે સરકારી તિજોરી મારફતે ઉપર્યુક્ત વ્યવસ્થા અમલી બનાવી હોત. પણ તેને બદલે તેણે શ્રેણીમાં (શરાફ પેઢીમાં) નાણાં મૂક્યા હતાં. આથી, ફલિત થાય છે કે ક્ષત્રપકાલ દરમ્યાન આવી શ્રેણીઓ જાહરેક્ષેત્રમાં સારો વિશ્વાસ ધરાવતી હશે અને એમનાં લેવડદેવડ તથા વ્યવહાર વધારે પ્રમાણિક હશે તેમ જ સરકારમાં શ્રેણીસૂપ(hierarchy)નાં દૂષણ હશે અને લોકોને મુશ્કેલી પડતી હશે.
પૂર્વકાલીન બૌદ્ધ અને હિન્દુ સાહિત્યમાં તથા અભિલેખોમાં શ્રેણીસંઘોનો ઉલ્લેખ આવે છે. રમેશચંદ્ર મજુમદાર આવી સત્તાવીસ જેટલી શ્રેણીની યાદી પ્રસ્તુત કરી સૂચવે છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org