________________
પ્રકરણ વીસ
૩૩૯
એક સ્તુપ બીજા કરતાં થોડો મોટો છે. છત્રયષ્ટિ, હર્મિકા અને ચંદ્રાકાર છત્ર ધ્યાનયોગ્ય છે. (ચિત્ર) શૈલાશ્રય સોળમાંથી ત્રણ સ્તૂપચિત્ર મળી આવ્યાં છે. આમાંનું ડાબી તરફનું રેખાચિત્ર અણઘડ જણાય છે. વચલો સૂપ સારી સ્થિતિમાં છે, જ્યારે છેલ્લો સૂપ સર્વોત્કૃષ્ટ છે (ચિત્ર ). છત્રનું આલેખન લંબચોરસ છે. શૈલાશ્રય અઢાર, જે ઇડરિયા ગઢ જવાના માર્ગે “રૂઠી રાણીનો મહેલ નામથી ઓળખાતા સ્થળ પાસેની ગુફામાંથી, ત્રણ આકૃતિ જોવા મળી છે (ચિત્ર ). સૂચિત્ર ઉપર બ્રાહ્મીમાં લખાણ છે, જે અવાચ્ય છે માત્ર રગસ શબ્દ વંચાયો છે. અક્ષરો ચોથીપાંચમી સદીના હોવાનું સૂચવાયું છે. ચિત્રો લાલરંગી રેખાઓથી સોહે છે. આ ચિત્રોમાં પીઠિકા, હર્મિકા, યષ્ટિયુક્ત છત્રથી સુંદર લાગે છે. આ બધાં જ ચિત્રોમાં ધ્વજ રચના અત્યંત સુંદર છે અને હવામાં લહેરાતા હોય તેમ ગતિશીલ છે. સ્તૂપચિત્રોની શૈલી અને બ્રાહ્મી લિપિના મરોડ ઉપરથી આ સ્તૂપાકૃતિઓ ચોથી-પાંચમી સદીનાં એટલે કે ક્ષત્રપાલનાં હોવાનું દર્શાવાયું છે. આથી, આ વિસ્તારમાં બૌદ્ધધર્મના પ્રચાર-પ્રસારનો ખ્યાલ સંપ્રાપ્ત થાય છે.
પાદનોંધ ૧. સાંકળિયા, આ., પૃષ્ઠ ૧૧૬. ૨. એકાક., પટ્ટ ૧૮, નંબર ૨. ૩. એજન, પટ્ટ ૨૩, આકૃતિ નંબર ૫ અને ૬. ૪. જુઓ અગાઉ પૃષ્ઠ ૧૭૭. ૫. આ, પૃષ્ઠ ૧૨૨. ૬. સુશોભનના એક અંગ તરીકે વ્યાલ-આકૃતિનું મૂળ ઉદ્દભવ સ્થાન ખાનનીય ઈરાનમાં છે (એાન્ટ
ઇન્ડિયા, પુસ્તક ૪, પૃષ્ઠ ૧૦૨). સંભવતઃ ઈરાનથી આ આકૃતિનાં આગમન આપણા દેશમાં પૂર્વકાળમાં થયાં હોય. વ્યાલ આકૃતિના અનેક પ્રકાર છે અને મુખભેદથી તેની ભિન્નતા દર્શાવાય છે. સમરાંના સૂત્રધાર (પ્રકરણ ૭૫, શ્લોક ૨૭-૨૮) અને અપરાનિત પૃચ્છા (પ્રકરણ ૨૩૩, શ્લોક ૨૩) ગ્રંથમાં ભાલના સોળ આકારનો નિર્દેશ છે, જેમાં મુખ્યત્વે સિંહ, મેષ, ગજ, અશ્વ, વૃષભ અને
શાર્દૂલ વિશેષભાગે અભિવ્યક્ત થયા છે. ૭. એકાક., પટ્ટ ૨૪ ૮થી૧૧. એજન, પટ્ટ ૧૮, નંબર ૩; પટ્ટ ૧૮, નંબર ૨ અને પટ્ટ ૨૪; જમણો સ્તંભ, પૃષ્ઠ ૧૪૩
અનુક્રમે. ૧૨. એકાક., પટ્ટ ૧૮, નંબર ૩. ૧૩. એજન, પટ્ટ ૨૪. ૧૪, સાંકળિયા ઉપરકોટમાંનાં માનવશિલ્પના શણગારને સાંચી, મથુરા અને અમરાવતીના સ્તૂપનાં શિલ્પ
જેવાં અલ્પવસ્ત્રાચ્છાદિત હોવાનો અભિપ્રાય વ્યક્ત કરે છે (આ), પૃષ્ઠ ૧૧૭). ૧૫. એકાક., પટ્ટ ૨૩, આકૃતિ ૭. ૧૬. કેટલૉગ, પટ્ટ ૯, નંબર ૨૪૩થી ૨૪૫ અને ૨૪૯-૫૦. ૧૭. અને ૧૮. જયેન્દ્ર નાણાવટી અને મધુસૂદન ઢાંકી, જઓઈ., પુસ્તક ૧૦, નંબર ૩, ૧૯૬૧, પૃષ્ઠ
૨૨૩થી ૨૨૫ અને પ્લેટ. ૧૯. એકાક., પૃષ્ઠ ૧૫૦. આ ડુંગરની પાસે એક વાવ છે, જે મંજુશ્રી નામથી ઓળખાય છે અને તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org