________________
૩૧૯
પ્રકરણ ઓગણીસ કરતાં ઘણો મોટો છે.
આ મહાતૂપ ઈંટરી છે એમાં ઉપયોગાયેલી ઈંટોનું કદ આ મુજબ છે : ૪૧ X ર૭ X ૭થી ૪૬ X ૨૯ X ૯ સેંટીમીટર સુધીનું છે. અગ્નિવર્મા અને સુદર્શન નામના બે બૌદ્ધ ભિક્ષુએ આ સ્તૂપ બંધાવ્યો હતો. સૂપનું બાંધકામ પાશાંતિક અને પર્ફ નામના બે સ્થપતિએ કરેલું હતું.
સ્તૂપ ઈંટેરી હોઈ અકબંધ ઇમારત તરીકે હાથ લાગ્યો ન હતો, તેથી સંપૂર્ણ રચના વિશે કોઈ ખ્યાલ પ્રાપ્ત થતો નથી. ખોદકાર્ય પ્રક્રિયા સમયે સ્તૂપની ઊંચાઈ આશરે ૧૦ મીટરની હતી, જેમાં છત્રયષ્ટિનો સમાવેશ થતો નથી. આ ઇમારતને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય : નીચલી પીઠિકા, ઉપલી પીઠિકા અને અંડાકાર ભાગ. હવે ત્રણેયનાં વિગતે વર્ણન અવલોકીએ.
નીચલી પીઠિકા સમચોરસ છે. એનું ક્ષેત્રફળ આ મુજબ છે : ૨૫.૮૧ X ૨૫.૮૧ મીટર. એની ઊંચાઈ ૨.૪૨ મીટરની છે. એની ઉપર અને ઉપલી પીઠિકાના પાયાના ભાગ નજીક ફરતી પગથાર છે, જેને પ્રદક્ષિણાપથ કહી શકાય. આ પીઠિકાની પ્રત્યેક બાજુની દીવાલ ઉપર ઉપસાવેલા બાર અર્ધસ્તંભ વડે નિર્માણ પામેલા અગિયાર ગોખ છે. પ્રત્યેક બે અર્ધસ્તંભ વચ્ચે ૨ મીટરનું એક સરખું નિશ્ચિત અંતર છે. મૂળમાં બધા મળીને ૪૪ અર્ધસ્તંભ હોવાનું સૂચવાયું છે૧૭; જેમાંથી દક્ષિણના નવ, પશ્ચિમના નવ, પૂર્વના છે અને ઉત્તરના આઠ એમ કુલ ૩૨ અર્ધસ્તંભ સુરક્ષિત છે. અર્ધસ્તંભના સામાન્યતઃ ત્રણ ભાગ જોવા પ્રાપ્ત થાય છે : ૩૪ સેંટીમીટર પહોળી અને ૧૬ સેંટીમીટર ઊંચી સાદી ઢાળેલી બેસણી, પર સેંટીમીટર ઊંચાઈનો સાદો દંડ અને ૧૭ સેંટીમીટર ઊંચું શીર્ષ (જે બે આડી અંલકૃત પટ્ટીઓનું બનેલું છે). શીર્ષની શૈલી ઇન્ડોકોરિન્થિયન પ્રકારની છે. એનું અલંકરણ ખરેખર સુશોભિત છે. આ કલાત્મક અર્ધસ્તંભોની સુચારુ અને સુરેખ રચના લાંબી દીવાલોની એકવિધતા (મનૉટનિ) દૂર કરવામાં સહાયભૂત જણાય છે.
અર્ધસ્તંભના ટેકારૂપ કેવાલનાં સુશોભનો સ્તૂપના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. કેવાલ કાજે ત્રણ સુશોભનો ઉપયોગમાં લેવાયાં છે : (૧) સૌથી નીચેનું સુશોભન નાના ચોરસોનું છે. આમાં એક કોતરેલો છે, એક કોતર્યા વિનાનો છે. તેથી સાદો જણાતો આ ઘાટ વિશાળ પાયા ઉપર મનોહર દેખાય છે. (૨) આ સમતલ ઘાટ ઉપર સુશોભનોનો બીજો ઘાટ મોટાં પાંદડાંવાળી વેલભાતનો છે. આ મનોરમ વેલનું ઉદ્ભવસ્થાન પણ વિદેશી હોવાનું કેટલાક લેખકો માને છે. પ્રથમ સુશોભનાં કરતાં સહેજ આગળ ઉપસાવેલું આ સુશોભન વધારે આકર્ષક અને રમણીય લાગે છે. (૩) હારબંધ ગોઠવાયેલા ટોડલાનું સુશોભન આ છે. પ્રથમનાં બંને સુશોભન કરતાં વધારે આગળ પડતાં આ સુશોભન છે. આથી આ ત્રણેય સુશોભનની સંયુક્ત સુંદરતામાં ઐક્યપણું અવિનાભાવિ છે. આ બધાં સુશોભન ઈંટેરી છે તે બાબત ખાસ નોંધપાત્ર છે.
આ પીઠિકાની ઉપર કદમાં નાની બીજી પીઠિકા છે, જે ૨૧ મીટર સમોચરસ છે. આનો ઉપલો ભાગ વિશેષ ખંડિત થયેલો છે. આ પીઠિકાની ઊંચાઈ ૩.૩૯ મીટરની છે. પાયા પાસેનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org