________________
ક્ષત્રપકાલીન ગુજરાત
છે, જેની ભેંતોમાં પણ ઊંચી ઓટલીઓ કંડારેલી છે. ઉપરાંત “એભલ મંડપ જેવા ઓરડા અને નાનાં બે ચૈત્યગૃહ છે.
સાંકળિયા આ શૈલગૃહો જૈનધર્મી હોવાનું સૂચવે છે ૧. ઉમાકાંત શાહ એને બૌદ્ધધર્મી કહે છે . પરંતુ ઉભયમાંથી એકેય ધર્મનાં પ્રતીક અહીં નથી, છતાં ચૈત્યગૃહોના આધારે બૌદ્ધધર્મી હોવાનું સંભવે.
આ શૈલગૃહોનો સમય બર્જેસ અને સાંકળિયા૪ ઈસુના આરંભનો ગણે છે. ડુંગરની ટોચ ઉપરથી પ્રાપ્ત થયેલી મોટા કદની ઈંટો, સપાટ છાપરાવાળું ચૈત્યગૃહ (બાવાપ્યારાના ચૈત્યગૃહ જેવું), ભીમચોરીના વિહારના નાસિકની નહપાનની ગુફા સ્તંભ જેવા સ્તંભ વગરના સંદર્ભમાં આ શૈલગૃહોનો સમય ઈસુની બીજી સદીનો હોઈ શકે. ઢાંકની ગુફા
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક પાસે ઢંક ગિરિથી ખ્યાત એક ડુંગર આવેલો છે. જૈન સાહિત્ય અને પ્રબંધોમાં આ ડુંગર વિશે ઘણા ઉલ્લેખ જોવા પ્રાપ્ત થાય છે". આ ગિરિ ઉપરની પ્રતિમાઓ બર્જેસના મતાનુસાર બૌદ્ધ હોવાની શક્યતા છે", તો સાંકળિયા એ પ્રતિમાઓને જૈન હોવાની સંભાવના અભિવ્યક્ત કરે છે ૯૭, જૈન વાડ્મયમાં ઢંકગિરિનો જૈનતીર્થ તરીકેનો નિર્દેશ સાંકળિયાના મતને સમર્થે છે.
ડુંગરની પશ્ચિમ ધારે કેટલીક ગુફાઓ છે. ખાણ ખોદવાની પ્રક્રિયા છે, અહીં સુધી વિસ્તરી છે. આમાંની પ્રથમ ગુફા, જે ઉત્તર-પશ્ચિમ આડી આવેલી છે, તેના પ્રવેશમાર્ગ ભાગ્યે જ ૧ મીટર ઊંચાઈનો હશે. ગુફાની અંદરનો ભાગ બહારની સપાટીથી માત્ર ૬ સેંટીમીટર જેટલો નીચો છે. આ ગુફા ૨.૪૫ મીટર ઊંડી અને ર મીટર લાંબી છે. પદ સેંટીમીટર સમચોરસ કદનો એકેક ગોખલો પ્રત્યેક દીવાલમાં કંડારેલો છે. અહીંથી પણ ઘણી શિલ્પકૃતિઓ પ્રાપ્ત થઈ છે. (આ શિલ્પાવશેષોનાં વર્ણન વાતે જુઓ હવે પછીનું પ્રકરણ વીસ).
સમયનિર્ણય : અહીંથી ઉપલબ્ધ શિલ્પકૃતિઓ આ ગુફાના સમયાંકન સારુ ઘણી ઉપયોગી બની રહે છે. બર્જેસે આ શિલ્પોનું સમયાંકન દર્શાવ્યું નથી. શિલ્પોનાં આલેખનની શૈલીના આધારે સાંકળિયા આ ગુફાઓની સમયાવધિ ઈસ્વી ૩૦૦ની આસપાસની નિર્દેશ છેલ૮. જૂનાગઢનાં બાવાપ્યારા અને ઉપરકોટનાં શૈલગૃહોમાં દેવદેવીઓની પ્રતિમા કંડારેલી નથી. જયારે ઢાંકમાંથી ઘણી પ્રતિમા હાથવગી થઈ છે. આથી, સ્પષ્ટતઃ આ ગુફાઓ બાવાપ્યારા અને ઉપરકોટની ગુફાઓ પછીની હોવી જોઈએ. દેવની મોરીના મહાતૂપમાંથી પ્રાપ્ત બૌદ્ધમૂર્તિઓની આલેખનશૈલી કરતાં ઢાંકની જૈનપ્રતિમાઓની શૈલી ઉતરતી કોટીની છે. એટલે કે દેવની મોરી કરતાં ઢંકગિરિનાં શૈલગૃહો સમયની દૃષ્ટિએ વહેલાં હોવાં જોઈએ. આટલી ચર્ચાથી સૂચિત થાય છે કે આ ગુફાઓ ચોથી સદીના પૂર્વાર્ધની હોવા સંભવે છે. ઝીંઝુરીઝરની ગુફા
ઢાંકની પશ્ચિમે આઠેક કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધગુફા આવેલી છે. આમાંની એક ગુફામાં અલિંદયુક્ત નાની બે ઓરડી સ્થિત છે જેનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org