________________
૩૦૨
ક્ષત્રપકાલીન ગુજરાત નીચલા મજલામાં જવા કાજેની સીડી ઉપર પહોંચાય છે. આ પ્રવેશમાર્ગની શૈલદ્વારશાખમાંય કાઠનાં બારણાંના વપરાશને સૂચવતાં બાકોરાં છે.
નીચલો મજલોઃ આ મજલામાં આશરે ૧૨ મીટર લાંબો અને ૯ મીટર પહોળો એક મોટો ખંડ આવેલો છે. (આલેખ ૭, સંજ્ઞા આર). આ ખંડની ઉત્તરની દીવાલમાં પૂર્વ છેડે આવેલા પ્રવેશમાર્ગમાં (સંજ્ઞા )પ૩ થઈ ખંડમાં પ્રવેશતાં નજીકમાં પૂર્વની દીવાલને અડીને એક ઊંચી બેઠક છે (સંજ્ઞા વ), જે લગભગ સમચોરસ છે. એના પશ્ચિમ છેડે બે સ્તંભ છે, જે બેઠકના છાને ટેકો આપે છે. આ બેઠક ખંડના ભોંયતળિયાથી પ૬ સેંટીમીટર ઊંચી છે, અસેંટીમીટર ઊંડી છે. બેઠક અંદરથી ૨૭ લાંબી અને ૨૫ મીટર પહોળી છે૫૪. એના ઉપયોગ વિશે બર્જેસે એવી અટકળ કરી છે કે રૂ અથવા એવા કોઈ પોચા પદાર્થથી એ ખાડો પુરી પથારી તરીકે તેનો ઉપયોગ થતો હશે". એવું પણ સંભવી શકે કે વ્યાખ્યાન-પીઠિકા તરીકે એનો વપરાશ થતો હોય.
મોટા ખંડની પશ્ચિમ તરફની દીવાલને બાદ કરતાં શેષ દીવાલમાં પાષાણની ઓટલીઓ કોરેલી છે. પૂર્વની દીવાલને અડીને પ્રવેશમાર્ગ પાસે એક અને બેઠકની પેલી પાર ત્રણ ઓટલી આવેલી છે. બેઠકના પૂર્વ છેડા ઉપર પણ એક ઓટલી કંડારેલી છે, જે આજુબાજુની ઓટલી કરતાં પ્રમાણમાં ઊંચી છે. એવી રીતે દક્ષિણની દીવાલને અડીને ત્રણ અને ઉત્તરની દીવાલને અડીને બે ઓટલી કંડારેલી છે. આ બધી ઓટલી ઉપરની દીવાલ ઉપર છતથી થોડી નીચેના ભાગે એક પહોળો પટ્ટો ઉપસાવેલો છે. આમાં સૌથી ઉપલા ભાગે થોડે થોડે અંતરે ચૈત્યવાતાયનની ભાત ઉપસાવેલી છે, જેની કુલ સંખ્યા ૧૯ છે. એની નીચે સંયુક્ત ચોરસ આકૃતિઓની એક સળંગ પટ્ટી કોરેલી છે, જે ઉપલી હરોળ કરતાં સહેજ ઓછી ઉપસાવેલી છે. ઉપલી હરોળનાં ચૈત્યવાતાયનોના વચલા ભાગની નીચે અને ચોરસોની સળંગ પટ્ટીને અડીને થોડે થોડે અંતરે ચૈત્યવાતાયનોની એક બીજી હરોળ કંડારેલી છે:૮; જેની કુલ સંખ્યા પણ ૧૯ છે. આ વાતાયનોની ટોચે ચોરસોની પટ્ટીની ઉપર ઉપસાવેલી છે. ઉત્તરી દીવાલના પશ્ચિમ છેડે ઉપલી તેમ જ નીચલી હરોળનાં બબ્બે ચૈત્યવાતાયનોના બ્લોક ઉપસાવી રાખ્યા છે પરંતુ કોતરણી બાકી રહે છે૫૯. ઉપર દર્શાવેલ સંખ્યામાં આ ચાર વાતાયનોનો સમાવેશ થાય છે.
પ્રત્યેક વાતાયનમાંથી બે માનવ-આકૃતિ જાણે બહાર જોતી હોય એમ એમનાં કટિ સુધીનાં શરીર કંડારેલાં છે. આમાંની ડાબી બાજૂની ઘણી આકૃતિઓના ઉર-પ્રદેશ ખૂબ ઘસાઈ ગયેલા હોવાથી એ આકૃતિઓ સ્ત્રીની હશે કે પુરુષની તે કહેવું મુશ્કેલ છે. જમણી તરફની બધી આકૃતિ સ્ત્રીની હોવાનું સ્પષ્ટ છે. પરંતુ ઉત્તરીય દીવાલ ઉપરનાં ચૈત્યવાતાયનોમાંથી બેમાંની બંને આકૃતિ સ્પષ્ટતઃ સ્ત્રીની છે. આથી, અનુમાની શકાય કે અન્ય વાતાયનોમાં પણ બંને આકૃતિ સંભવતઃ સ્ત્રીઓની હોય.
આ વાતાયનોના નીચેના બંને છેડાઓ વેદિકાથી જોડાયેલા છે. આ બંને છેડા બહારની બાજૂએ વિસ્તરી સુંદર સુશોભનનો ખ્યાલ દર્શાવે છે. વાતાયાનની બહાર અને અંદરના ભાગની પહોળી પટ્ટી ઉપર નાની નાની બુટ્ટીઓ છે1.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org