________________
પ્રકરણ સત્તર
પાર્શ્વનાથની પ્રતીમાની પ્રતિષ્ઠા કરી સ્તંભન તીર્થ સ્થાપ્યું.
આચાર્ય વજ્રભૂતિ ભરુકચ્છના વતની હતા. નહપાનની પત્ની પદ્માવતીના તે ગુરુ હતા અને એમનાં કાવ્ય નહપાનના અંતઃપુરમાં ગવાતાં હતાં. સિદ્ધસેન દિવાકર ગુર્જરવાસી ન હતા, પણ એમનો વિહા૨પ્રદેશ મુખ્યત્વે ગુજરાત સાથે સંકળાયેલો હતો. મલ્લવાદી વલભીના વતની હતા. જૈનદર્શનના ખેડાણમાં અને પ્રચારમાં આ બંને વિદ્વાનોનો ફાળો ધ્યાનાર્હ ગણાય છે.
૨૦૯
આ બધા જૈનાચાર્યોની પ્રવૃત્તિઓ અને એમનાં જીવન-કવન ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ક્ષત્રપકાળ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં જૈનધર્મનો પ્રચાર અને ફ્લાવો ઘણો હતો.
વીર નિર્વાણની નવમી સદીમાં નાગાર્જુનના અધ્યક્ષપદે વલભીમાં સંપન્ન થયેલી પરિષદમાં આગમવાચનાને સંકલિત કરવાની જે મહત્ત્વની ઘટના ઘટેલી તે વિશે વિગતે ચર્ચા આપણે અગાઉ પ્રકરણ પંદરમાં કરી છે. આથી, સ્પષ્ટતઃ વલભી એ જૈનધર્મનું અને જૈન દર્શનશાસ્ત્રનું એક અગ્રિમ કેન્દ્ર હતું એમ કહી શકાય એટલે કે ક્ષત્રપોના શાસનમાં ગુજરાતમાં જૈનધર્મનો અભ્યુદયકાળ પ્રવર્તતો હોવો જોઈએ.
પાદલિપ્તચાર્યની પુણ્યસ્મૃતિમાં પ્રસ્થાપાયેલું પાલિતાણા, ભાવડનું નિવાસસ્થાન બનેલું મધુમતી(મહુવા), વીસમા તીર્થંકર મુનિ સુવ્રતના નામ સમથે સંલગ્નિત અને આર્ય ખપુટે પુનઃપ્રતિષ્ઠિત કરેલું ભરુકચ્છ નજીકનું અશ્વાવબોધતીર્થ, પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી નાગાર્જુને સ્થાપેલું સ્તંભનક (હાલનું થામણા) જેવાં તીર્થ પણ ગુજરાતમાં જૈનધર્મની આ સમય દરમ્યાન લોકપ્રિયતાનું સૂચન કરે છે.
ઉજ્જયન્ત(ગિરિનગર), શંત્રુજય, ઢાંક અને ભરુકચ્છમાં જૈનતીર્થો હતાં. જૂનાગઢની બાવાપ્યારાની ગુફાઓમાં એક શિલાલેખમાં વૃલિજ્ઞાન સંપ્રાપ્તના નિર્દેશથી આ ગુફાસમૂહ જૈન સાધુઓ માટે નિર્માણ પામી હોવાનું અગાઉ આપણે અવલોક્યું છે. પરંતુ આ ગ્રંથલેખક આ ગુફાઓ જૈનધર્મની હોવાનું સ્વીકારતા નથી”. ઉપરકોટની (જૂનાગઢ) બે મલાયુક્ત ગુફાઓ જૈનધર્મી હોવાનું આપણે નોંધ્યું છે. રાજકોટ જિલ્લાના ઢાંક ગામના પાદરે આવેલા ડુંગરની પશ્ચિમ ધારે આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, મહાવીર વગેરેની પ્રતિમાઓ કંડારેલી છે. સાણાની ગુફાઓય જૈનધર્મી હોવાનું અનુમાયું છે. આ બધી હકીકતોથી" એવું સૂચવી શકાય છે કે ક્ષત્રપકાળ દરમ્યાન ગુજરાતમાં જૈનધર્મના થયેલા વિકાસને સમર્થન સંપ્રાપ્ત થાય છે.
જૈનધર્મમાં શ્વેતાંબર-દિગંબરના પ્રભેદનું ઉદ્દભવસ્થાન ગુજરાતમાં હોવાનું એક જૈન અનુશ્રુતિથી સૂચિત થાય છે. દેવેન્દ્રસૂરિના ગ્રંથોમાં જણાવેલા વિ.સં.૧૩૬માં વલભીમાં થયેલી સેવડ (શ્વેતપટ = શ્વેતાંબર) સંપ્રદાયની ઉત્પત્તિ તથા દિગંબર સંપ્રદાય અનુસાર વીર નિર્વાણ ૬૦૯ (વિ. સં. ૧૩૯)માં વલભીપુરમાં થયેલી વ્રુત્તિ(વસ્ત્રધારી) સંપ્રદાયની ઉત્પત્તિને અભિવ્યક્ત કરતી અનુશ્રુતિ વિગતે ઐતિહાસિક ના હોય તો પણ જૈનધર્મની મહાન પ્રવૃત્તિઓનાં કેન્દ્ર તરીકે વલભીપુરની મહત્તા જૈનધર્મના અભ્યુદયનું સ્પષ્ટ સૂચન કરે છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે જૈનાચાર્યોની વિવિધ પ્રવૃત્તિઓ, આગમોનું સંપન્ન થયેલું કાર્ય, જૈનતીર્થોનાં માહાત્મ્ય, જૈનધર્મની કેટલીક ગુફાઓનાં અસ્તિત્વ, સંપ્રાપ્ત થયેલા કેટલાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org