________________
પ્રકરણ સત્તર
૨૮૭
અમલ દરમ્યાન પ્રભાસમાં સોમનાથનું મંદિર વિદ્યમાન હોવું જોઈએ. પરંતુ આ મંદિર કાછનિર્મિત હોય તો દીર્ઘકાળ સુધી ટકી રહેવું મુશ્કેલ ગણાય.
ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં શૈવ સંપ્રદાયનો પ્રચાર હોવાના કેટલાક પુરાવશેષીય પુરાવા પ્રાપ્ત થયા છે. કારવણમાંથી મળેલી લકુલીશની પ્રતિમા આનો મહત્ત્વનો પુરાવો તો છે જ. આ ઉપરાંત શામળાજીમાંથી ક્ષત્રપકાલીન કેટલાંક શૈવશિલ્પો હાથ લાગ્યાં છે; જેમાં ભીલડીના વેશમાં પાર્વતીનું શિલ્પ, માહેશ્વરી માતૃકાનું શિલ્પ, ચામુંડા માતૃકા, ધડ અને પગવાળું શિલ્પ (સંભવતઃ શિવનું) વગેરે પ્રતિમાનો સમાવેશ થાય છે. વિશેષમાં ચારેક દાયકા પૂર્વે દેવની મોરી ગામના પાદરમાં ખોદકામ કરવાથી મૂળ અવસ્થામાં રહેલું શિવલિંગ સાથેની, ક્ષત્રપકાલીન ઈંટોથી સજ્જ, એક પીઠિકા મળી છે ૯. આમ આ બધા પુરાવા ઉપરથી પણ ક્ષત્રપકાલીન ગુજરાતમાં સોમનાથનું મંદિર બંધાયું હોવાના મતને સમર્થન મળે છે.
ઉપર્યુક્ત અર્થઘટિત વર્ણનને પૂરતું સમર્થન સંપ્રાપ્ત થયું છે સોમનાથના મંદિરના પરિસરમાં ૧૯૫૦માં થયેલા વ્યવસ્થિત ઉખનનકાર્યથી. અહીંથી ત્યારે bottle-necked sprinkler મળી આવ્યું હતું. આ વાસણનો આકાર હસ્તિનાપુરમાંના ઉત્પનનથી પ્રાપ્ત વાસણોના આકાર જેવો છે. આ વાસણો ઈસુ પૂર્વેની પહેલી સદીથી ઈસ્વીની બીજી સદી સુધીના સમયપટમાંથી હાથ લાગ્યાં છે. તો સોમનાથમાંથી હાથ લાગેલું bottle-necked sprinkler પણ આ સમય દરમ્યાનનું હોવાનું અનુમાની શકાય. એટલે એવું સાધાર સૂચવી શકાય કે સોમનાથનું પહેલપ્રથમ મંદિર ઈસુની બીજી સદીના ઉત્તરાર્ધમાં કે ત્રીજી સદીના પૂર્વાર્ધમાં બંધાયું હોવાની શક્યતા રહે છે. શૈવ સંપ્રદાય
પ્રભાસ પાટણમાં પ્રાગટ્ય પામેલો સો સિદ્ધાંત, કારવણમાં પ્રાદૂર્ભાવ પામેલો લકુલીશનો અવતાર, પાશુપત સંપ્રદાયમાં અનુકાલમાં થયેલો વિકાસ, સોમનાથના મંદિરનું સૌ પ્રથમ નિર્માણકાર્ય, ક્ષત્રપ રાજાઓનાં નામમાં ઈશ્વરસૂચક પૂર્વપદ સુદ્ર, તેમના સિક્કામાં નંદિ અને ત્રિશૂળનાં પ્રતીક - આ બધા અગાઉ આપણે અવલોકી ગયેલા મુદ્દાઓ ઉપરથી સ્પષ્ટતઃ અનુમાની શકાય કે ક્ષત્રપોના શાસનસમય દરમ્યાન શૈવ સંપ્રદાયનો આપણા પ્રદેશમાં સારો વિકાસ થયો હતો. શામળાજીના પરિસરમાંથી શૈલ સંપ્રદાય સંલગ્નિત પ્રતિમાઓની પ્રાપ્તિ, દેવની મોરી ગામમાંથી ક્ષત્રપકાલીન ઈંટોથી રચાયેલી પીઠિકા ઉપર મૂળ અવસ્થામાં મળેલું શિવલિંગ જેવી હકીકતો અસંદિગ્ધપણે સૂચિત કરે છે કે ક્ષત્રપકાલીન ગુજરાતમાં શૈવ સંપ્રદાયનો વ્યાપક પ્રચાર થયો હતો. ચંદ્રપૂજા
સોમનાથ શબ્દમાં સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે ઈશ્વર એવા અર્થ દર્શાવી કેટલાક વિદ્વાનોએ સોમનાથની ઉત્પત્તિમાં ચંદ્રની પુરાણોક્ત કથાઓ સંલગ્નિત કરી દીધી છે. જો કે શૈવ યોગીઓ અગ્નિ, સૂર્ય અને ચંદ્ર એ ત્રણેયને મહત્ત્વ આપે છે. આથી, પ્રભાસમાં અગ્નિ અને સૂર્યનાં તીર્થ હોઈ ચંદ્રનું તીર્થ હશે અને તેનું મંદિર હશે એવી કલ્પના વ્યક્ત કરાઈ. પરંતુ આ માટે કોઈ પ્રત્યક્ષ પ્રમાણ ઉપલબ્ધ થયાં નથી. ઉમા સહિત શિવ તે સોમ એવો એક અર્થ પ્રચલિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org