________________
પ્રકરણ પંદર
૨૬૭ રચયિતા આ રાજાઓના સમકાલીન હોવા જોઈએ અને ૨. આ ગ્રંથકર્તા આ સિક્કાઓ જ્યાં પ્રચલિત હતા તે પ્રદેશમાં રહેતા હોવા જોઈએ. ગુજરાતમાં આ ગ્રંથ લખાયો હોય તેને સમર્થનમાં મોટું, સુસ્મિ જેવા શબ્દો નોંધપાત્ર ગણાય. વળી આ ગ્રંથમાં વરાહમિહિરનો નિર્દેશ નથી, બલકે જ્યારે વરાહમિહિર અંગવિદ્યાનો ઉલ્લેખ કરે છે. વરાહમિહિર છઠ્ઠી સદીમાં વિદ્યામાન હતા. આથી આ ગ્રંથ તે પૂર્વે અવશ્ય રચાયો હોય. પાદલિપ્તાચાર્ય
પ્રભાવક ચરિતકાર પાદલિપ્તને પાલિતાણા(અગાઉનું પાદલિપ્તપુર)ના વતની હોવાનું જણાવે છે. જૈન અનુશ્રુતિ અનુસાર પાદલિપ્તાચાર્યમાં બુદ્ધિચાતુર્ય, મંત્રશક્તિ અને યંત્રપ્રવીણતા સવિશેષ હતાં. પ્રમાવવરિત મુજબ પાદલિપ્તને ઢંકપુરી(ઢાંક)માં સિદ્ધ નાગાર્જુનનો સમાગમ થયો હતો. નાગાર્જુને પોતાના આ ગુરુના સ્મરણમાં શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર વસાવ્યું હતું અને મહાવીરની પ્રતિમા તથા પાદલિપ્તની મૂર્તિ પ્રસ્થાપ્યાં હતાં. એમણે તરંપાવતી નામની એક ધર્મકથા પ્રાકૃતમાં લખી હતી, જે ઉપલબ્ધ નથી. ખ્યોતિરંડ% નામના આગમ ગ્રંથ ઉપર એમણે વૃત્તિ લખી છે. ઉપરાંત તેમણે દીક્ષા અને પ્રતિષ્ઠાવિધિ અંગે નિર્વાણત્રિ ગ્રંથ રચ્યો હતો. તેઓ ઈસુની આરંભની સદીઓમાં કોઈક તબક્કે વિદ્યમાન હોવાનું મનાય છે. આચાર્ય વજભૂતિ
- ભરુકચ્છ નિવાસી આ જૈનાચાર્ય પ્રસિદ્ધ કવિ હતા. પરંતુ એમની કોઈ રચના ઉપલબ્ધ નથી. વ્યવહારસૂત્રના ભાષ્યમાં અને તે વિશેની ટીકામાં વજભૂતિને નહપાનના સમકાલીન ગણાવ્યા છે. તેથી આ આચાર્ય ઈસ્વીની પહેલી સદીના બીજા કે ત્રીજા ચરણમાં વિદ્યમાન હોવાનું સૂચવી શકાય. વ્યવહારસૂત્ર અનુસાર વજભૂતિ અને નહપાનની રાણી પદ્માવતી વચ્ચે નાનકડા સંવાદની હકીકત આચાર્યની કવિતા વિશે પ્રકાશ પાથરે છે.... દુર્ગાચાર્ય,
આચાર્ય ભાસ્ક રચિત નિરુઝ ઉપર ટીકા લખનાર દુર્ગાચાર્ય જંબુસરના વતની હતા અને ઈસ્વીના પહેલા કે બીજા સૈકામાં વિદ્યમાન હતા. દુર્ગ અથવા ભવગદુર્ગ એમનું અપનામ હોવાનું જણાય છે. નિરુ$ ટીકાના પ્રત્યેક અધ્યાયના અંતે દુર્ગાચાર્ય પોતાને ગંડુમffશ્રમવાસી તરીકે ઓળખાવે છે. ઉપસંહાર
અત્યાર સુધીનાં વિવરણ ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે સંખ્યાની દૃષ્ટિએ સાહિત્યિક પ્રવૃત્તિઓ પ્રમાણમાં ઓછી થઈ છે. પણ જે રચનાઓ ઉપલબ્ધ છે તે ઉપરથી તેમ જ અભિલેખોની સમીક્ષા ઉપરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે સાહિત્યની ગુણવત્તા વરેણ્ય પ્રકારની અને વરિષ્ઠ પદ્ધતિની હતી.
પાદનોંધ ૧. આ લખાણનો સંપૂર્ણ પાઠ પરિશિષ્ટ નવમાં આપ્યો છે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org