________________
પ્રકરણ પંદર
સાહિત્યિક પ્રવૃત્તિ (પ્રકાર, કૃતિઓ, વાચના)
લલિત સાહિત્ય
પશ્ચિમી ક્ષત્રપોના શાસન હેઠળના ગુજરાતમાંથી લલિત સાહિત્યના ગ્રંથોના રૂમના અદ્યાપિ અવગત થયા નથી, પરંતુ અભિલેખોના આવશેષિક પ્રમાણોએ આ સમયના લલિત સાહિત્યની પ્રવૃત્તિ પરત્વે ઠીક ઠીક સામગ્રી સંપડાવી આપી છે. રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ અને દેવની મોરીનો અસ્થિપાત્રલેખ ક્ષત્રપકાલીન લલિત સાહિત્યની યત્કિંચિત્ જાણકારી કાજે ઉપકારક થાય છે. આ બંનેને પ્રશસ્તિલેખો ગણાવી શકાય; છતાંય એનું હાર્દ તો ઐતિહાસિક છે.
ગિરિનગરનો શૈલલેખ
વર્તમાન જૂનાગઢ શહેરના ભૌગોલિક પરિસરમાં સ્થિત અશોકના ખડકલેખોથી જ્ઞાત અને રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત પૂર્વકાલીન સુદર્શન જળાશયના કાંઠે આવેલા ખડક ઉપર પશ્ચિમ તરફના ભાગે મહાક્ષત્રપ રાજા રુદ્રદામાનો લેખ ઉત્કીર્ણ છે'. એના લેખકનું નામ જાણવા મળ્યું નથી; પરંતુ શુદ્ધ સંસ્કૃત ગદ્યમાં લખાયેલો આ લેખ પૂર્વકાલીન આભિલેખિક નમૂનો છે તેમ ઊંચી કક્ષાના ગઘનું ઘોતક ઉદાહરણ છે. લેખક અજ્ઞાત હોવા છતાંય સમગ્રતયા સમીક્ષાથી સૂચિત થાય છે કે એનો રચયિતા ઊંચી કોટિનો કવિ હોવો જોઈએ. લેખની ભાષા પ્રવાહી અને કાવ્યમય છે. ઠંડીના હ્રાવ્યાશમાં નિર્દિષ્ટ વૈદર્ભિરીતિનાં કેટલાંક લક્ષણો આ લેખમાં જોવાં પ્રાપ્ત થાય છે. બીજી સદીના આ લેખની ગદ્યશૈલી હરિષણના ચોથી સદીના લેખમાંના ગદ્યવિભાગની શૈલીને ઘણી રીતે મળતી આવે છે. આથી તો બૂલ૨ એને ગદ્યમ્ ાવ્યમ્ કહે છે તે યથાર્થ છે. આમ આ લેખ આલંકારિક સંસ્કૃત ગદ્યનો પૂર્વકાલીન નમૂનો છે. આ લખાણ જાહેર ઢંઢેરા કે સ૨કા૨ી ઘોષણા સ્વરૂપનું હોઈ એમ ખસૂસ કહી શકાય કે તત્કાલીન ગુર્જર પ્રજાનો મોટો હિસ્સો સંસ્કૃત ભાષાથી સુપરિચિત હશે. એમ પણ કહી શકાય કે ત્યારે તે લોકભાષા હશે.
સમગ્ર લખાણ દીર્ઘ-લઘુ અલંકારથી સભર છે. શબ્દાલંકારો અને ખાસ કરીને અનુપ્રાસ અલંકારનું બાહુલ્ય ધ્યાનાર્હ છે. ઉપરાંત અર્થાલંકારમાં ઉપમા૪, અતિશયોક્તિ, ઉત્પ્રેક્ષા, પરિક તથા યમક જેવા અલંકારોનો વિનિયોગ થયો છે જે પણ નોંધપાત્ર છે. લાંબા સમાસની ક્ષિપ્રતા ઘણી છે. આ લેખમાં ટ-લઘુ-મધુર-ચિત્ર-જાન્ત શબ્દ સમયોવારાનંત જેવા શબ્દસમૂહ કાવ્ય લક્ષણોનો નિર્દેશ કરે છે. આમાંનાં ત્રણ લક્ષણો -માધુર્ય, દ્દારતા અને ાન્તિ - ભરતે અને દંડીએ॰ જણાવેલાં દશ લક્ષણોમાં સમાવિષ્ટ છે. ત્રણમાં પ્રથમ શબ્દગુણ અને અર્થગુણ છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org