________________
પ્રકરણ ચૌદ
૨૪૫ સિક્કા હતા, જેમાં એક તો સીમાચિહ્ન સિક્કો હતો. તત્કાલ સુધી આ સિક્કો અજ્ઞાત અને અપ્રકાશિત હતો. આ ગ્રંથ-લેખકે પહેલ પ્રથમ તેની નોંધ લીધી હતી. આ સિક્કો ચાંદીનો છે, ગોળાકાર છે અને પશ્ચિમી ક્ષત્રપોના છેલ્લા જ્ઞાત શાસક મહાક્ષત્રપ રુદ્રસિંહ ૩જાનો છે, જે સ્વામિ મહાક્ષત્રપ સત્યસિંહનો પુત્ર છે.
- સદ્ભાગ્યે આ સિક્કો સારી રીતે સચવાયેલો છે, જેથી તેના અગ્રભાગ અને પૃષ્ઠભાગ ઉપર ઉપસાવેલી સઘળી વિગતો હાથવગી થઈ શકી છે. (જુઓ પૃષ્ઠ ૨૫૨), પૃષ્ઠભાગ ઉપરનું લખાણ લગભગ સંપૂર્ણ છે, સુવાચ્ય છે. સિક્કો તૈયાર કરનાર રાજાનું નામ અને તેના પિતાનું નામ હોદ્દા સહિત ઉપસાવેલું છે. અગ્રભાગ ઉપર રાજાના મસ્તકની પાછળ વર્ષસૂચક સંખ્યા બ્રાહ્મી લિપિમાં છે. લખાણ પણ બ્રાહ્મીમાં અને સંસ્કૃતમાં છે. શતક અને દશકનાં ચિહ્ન સુસ્પષ્ટ છે. એકમના ચિહ્ન માટે જગ્યા નથી. વર્ષસૂચક ચિહ્ન પછી તરત જ વર્ષે એવું લખાણ છે. સિક્કા ઉપરનું વર્ષ ૩૨૦ છે, જે શક સંવતનું છે જે બરોબર ખ્રિસ્ત સંવત ૩૯૮ આવે. પશ્ચિમી ક્ષત્રપોની સાલવારીમાં હમણાં સુધી આ વર્ષ છેલ્લું જ્ઞાત વર્ષ હતું. પાદનોંધ ૧. આ પાંચ લેખો ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં શોધાયા હતા અને તત્કાલીન કચ્છ રાજ્યના
દીવાન બહાદૂર રણછોડભાઈ ઉદયરામે સાચવ્યા હતા. તે પછી દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે, ત્યારે તેઓ ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પશ્ચિમ વર્તુળના સહાયક અધિક્ષક હતા, ૧૯૦૬ના પ્રારંભે આ લેખોની નોંધ લીધી હતી. આમાંના ચાર લેખો એઈ.માં પ્રગટ થયા હતા. શેષ પાંચમો લેખ આ લેખકે શોધનિબંધમાં વીસમી સદીના છઠ્ઠા દાયકામાં પહેલપ્રથમ વખત પ્રસિદ્ધ કરેલો. જ્યારે વર્ષ ૧૧નો છઠ્ઠો
લેખ તે પછી હાથ લાગેલો જેની નોંધ આ પ્રકરણમાં હવે પછી આપી છે. ૨. અવલોકન હેઠળનો પ્રસ્તુત લેખ આ ગ્રંથલેખકે “ધ આંધી ઇસ્ક્રિપ્શન ઑવ રુદ્રસિંહ ૧લો' નામથી પ્રગટ
કર્યો હતો (જુઓ સંબોધિ, પુસ્તક ૩, અંક ૨-૩, ૧૯૭૪, પૃષ્ઠ ૪૫થી ૪૯.) ૩. આ બાબતની વધુ માહિતી માટે જુઓ પાદનોંધ રમાં નિર્દિષ્ટ આ ગ્રંથલેખકનો લેખ. ૪. ગિરિનગરનો રુદ્રદામાનો શૈલલેખ, રુદ્રસિંહનો ગુંદાનો લેખ, જયદામાના પૌત્રનો જૂનાગઢનો લેખ અને
રદ્રસેનનો ગઢાનો લેખ. આ બધા લેખોના સંદર્ભ સારુ જુઓ પરિશિષ્ટ ૧માં આપેલા સંદર્ભ ૫. આ ચારેય લેખોના સંદર્ભ માટે જુઓ પાદનોંધ રમાં નિર્દિષ્ટ લેખની પાદનોંધ. ૬. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ છે. ૭. ૧૯૬૨માં આ લેખની ચાક્ષુષ નકલ આ ગ્રંથલેખકે લીધી હતી અને ત્યારના વસ્તુપાલ મુકુન્દ રાવલે
એનો ફોટોગ્રાફ પ્રસિવિ માટે આપ્યો હતો. ૮. વધુ વિવેચન અને વિવરણ વાસ્તે જુઓ રસેશ જમીનદાર, ‘ટુ મોર ઇન્ક્રિપ્શન્સ ઑવ વેસ્ટર્ન ક્ષત્રપ્સ',
સંબોધિ, પુસ્તક ૩, અંક ૪, ૧૯૭૫, પૃષ્ઠ ૭૩થી ૭૬. ૯. ફોટોગ્રાફસ અને શાસ્ત્રીના પાઠ માટે જુઓ તે ગ્રંથમાં પૃષ્ઠ ૩૧૫ અને પટ્ટ ૧૭ એ, નંબર ઈ,
૧૯૬૦. ૧૦. હ.ગં શાસ્ત્રીના વાચન માટે અને આ ગ્રંથલેખકના વાચન માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ દશ. ૧૧. વધુ માહિતી માટે જુઓ ઉપર્યુક્ત પાદનોંધ આઠમાં નિર્દિષ્ટ સંદર્ભ, પૃષ્ઠ ૭૫. ૧૨. સર્વગ્રાહી વિવરણ વાસ્તે જુઓ પાદનોંધ આઠમાં નિર્દિષ્ટ સંદર્ભ પૃષ્ઠ ૭૬ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org