________________
પ્રકરણ ચૌદ
કેટલાક અભિલેખોનું વિશ્લેષણ આ પ્રકરણમાં, આ ગ્રંથલેખકના વિદ્યાવાચસ્પતિના શોધકાર્ય દરમ્યાન હાથ લાગેલા, બે અપ્રસિદ્ધ શિલાલેખો, ઉપરાંત મેવાસાના શિલાલેખ વિશે પ્રગટ કરેલું અર્થઘટન, તેમ જ રુદ્રદામાના સમયનો ગિરિનગરનો શૈલલેખનો સંપૂર્ણ પાઠ અને દેવની મોરીના બૌદ્ધ સ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગક ઉપરના ઐતિહાસિક લેખનો સંપૂર્ણ પાઠ, તથા શક સંવતના પ્રવર્તકને પ્રતિષ્ઠિત કરતા આંધના શક વર્ષ ૧૧ના યષ્ટીલેખનો પૂરો પાઠ તેમ જ આ લેખકે પહેલપ્રથમ વખત શોધેલો શક વર્ષ ૩૨૦નો રુદ્રસિંહ ૩જાનો એક સિક્કો અને તાજેતરમાં પ્રગટ થયેલો વર્ષ ૩૩૭નો સિક્કો, જે પણ રુદ્રસિંહ ૩જાનો છે, ચર્ચા અને સમાવેશ એટલા વાસ્તે કર્યાં છે જેણે ગુજરાતના ક્ષત્રપ રાજાઓના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસને ધ્યાનાર્હ મહત્ત્વ બક્ષ્યાં છે. આમ તો, આ બધાંનો જે તે જગ્યાએ સંદર્ભ પૂરતો નિર્દેશ લખાણમાં અને પાદનોંધમાં કર્યો
રુદ્રસિંહ ૧લાનો આંધૌ-લેખ
આ ખંડિત શિલાલેખ કચ્છ જિલ્લાના ખાવડા તાલુકાના આંધી ગામેથી હાથ લાગ્યો હતો અને ભૂજના કચ્છ-મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આમ તો, આર્થિક-સાંસ્કૃતિક-વાણિજિયક-રાજકીય દષ્ટિએ આ ગામનું કોઈ મહત્ત્વ જણાતું નથી; પરંતુ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં એનું મહત્ત્વ ધ્યાનાર્હ છે કેમ કે આ ગામેથી છ ક્ષત્રપલેખો હાથવગા થયા છે, જેમાંથી પાંચ લેખો પ્રકાશિત થાય છે અને અવલોકન હેઠળનો પ્રસ્તુત લેખ અદ્યાપિ અપ્રગટ રહ્યો હતો.
આ લેખ ખંડિત છે અને બે ટુકડામાં છે (જુઓ ચિત્ર ). આમાંનો ઉપરનો ભાગ આ લેખનો મહત્ત્વનો ભાગ સાચવે છે; જ્યારે નીચલા ભાગમાં બે પંક્તિ છે. આ લેખમાં દશ પંક્તિ છે. પ્રાકૃત અસર હેઠળના સંસ્કૃત ગદ્યમાં આ લેખ કોતરાયેલો છે. અક્ષરો બ્રાહ્મી લિપિના છે. અક્ષરોની કોતરણી છીછરી છે. લખાણ બહુ સુરક્ષિત ન હોવા છતાંય એનો ઐતિહાસિક ભાગ સંતોષકારક રીતે સચવાયો છે. શિલાલેખની બંને બાજૂ નુકસાની હોવાથી પ્રત્યેક પંક્તિના કાં તો બને છેડાના કે ક્યાંક એક છેડાના અક્ષરો નાશ પામ્યા છે. આ લખાણથી પ્રથમ પાંચ પંક્તિ ઇતિહાસી-વંશાવલી-માહિતી પ્રદત્ત કરે છે. છેલ્લી ચાર પંક્તિના કેટલાક અક્ષર અવાચ્ય જણાયા છે. કોઈકની સ્મૃતિમાં આ યષ્ટીલેખ ખોડાયો હતો. આભીર નામના કોઈ માણસે આ સ્મારક બનાવડાવ્યું હતું, જેનું નામ અવાચ્ય રહ્યું છે. આ લેખ મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહ રાજાના સમયમાં શક વર્ષ ૧૧૪માં તૈયાર થયો હતો.
ક્ષત્રપવંશની વંશાવલીની કેટલીક માહિતી આ લેખથી પ્રાપ્ત થાય છે. ઉપરાંત એમનાં બિરુદોથી ઉજાગર થવાય છે. રાજા, સ્વામી અને મહાક્ષત્રપનાં બિરુદ રુદ્રદામાં અને રુદ્રસિંહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org