________________
૨૨૨
ક્ષત્રપકાલીન ગુજરાત
ઈશ્વરદત્ત
આભીર રાજા ઈશ્વરદત્તના સિક્કા ક્ષત્રપ-અનુકરણવાળા હોઈ તથા ક્ષત્રપ સિક્કાઓની સાથે હંમેશા ઉપલબ્ધ થયા હોઈ એના સિક્કાની સંક્ષિપ્ત ચર્ચા અહીં પ્રસ્તુત જણાય છે. આ રાજાના માત્ર ચાંદીના સિક્કા મળ્યા છે. એના સિક્કાના અગ્રભાગે દક્ષિણાભિમુખ મુખાકૃતિ છે અને એની પાછળ બ્રાહ્મીમાં વર્ષ દર્શાવેલું છે. વૃત્તાકારે ગ્રીક-રોમીય લિપિમાં લેખ છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે. એના સિક્કાના પૃષ્ઠભાગ ઉપર ત્રિકૂટ પર્વત, ટોચ ઉપર અને ડાબે એકેક ચંદ્ર, જમણે સૂર્ય, પર્વત નીચે નદી તેમ જ વૃત્તાકારે બ્રાહ્મી લિપિમાં હોદા સાથે માત્ર ઈશ્વરદત્તનું નામ અને વર્ષનો નિર્દેશ સૂચવતો લેખ છે. ઈશ્વરદત્તના સિક્કાની વિશેષતા એ છે કે એણે આંકડા અને શબ્દો ઉભયમાં વર્ષનું સૂચન કર્યું છે. ઉપસંહાર
અત્યાર સુધીનાં વર્ણનથી ફલિત થતી આટલી બાબતો ધ્યાનાર્હ છે : ક્ષત્રપોના સિક્કા ઉપરના અક્ષરો, મુખાકૃતિ, આકાર, તોલ વગેરે જેવી બાબતોમાં ગ્રીક અસર વર્તાય છે; તો સંસ્કૃત-પ્રાકૃત ભાષા, બ્રાહ્મી લિપિ તથા પર્વત-નદી, ચંદ્ર, સૂર્ય ઇત્યાદિ જેવાં પ્રકૃતિનાં શાશ્વત પ્રતીકો ભારતીય અસરનાં ઘોતક છે.
જયદામાના તાંબાના સિક્કા ઉપર ત્રિશૂળ અને પરશુનાં ચિહ્ન ધાર્મિક હોવાનું કહી શકાય. અન્યથા ક્ષત્રપોના બધા જ સિક્કા ઉપર કોઈ જ દેવદેવીની આકૃતિ જોવા પ્રાપ્ત થતી નથી; કે ધાર્મિક અસર નિર્દિષ્ટ કરતું કોઈ સ્પષ્ટ ચિહ્નય અંકિત થયેલું જોવા મળતું નથી. અત્રે એ નોંધવું ઉપાદેયી જણાશે કે ભારતમાંના ગ્રીક અને કુષાણ શાસકોના સિક્કા ઉપર દેવદેવીની આકૃતિ આપવાની પ્રથા સામાન્ય હતી; ત્યારે ગ્રીક સિક્કાઓનું અંશતઃ અનુકરણ કરનારા અને કુષાણ રાજાઓના સમકાલીન અને અનુકાલીન ક્ષત્રપ સિક્કા ધાર્મિક અસરથી મુક્ત છે. અનુકાલીન ગુપ્ત સમ્રાટોના સિક્કામાં પણ દેવદેવીઓની આકૃતિઓ કે ધર્મસૂચક ચિહ્ન જોવાં પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિએ પણ ક્ષત્રપ રાજાઓના સિક્કા અનન્ય ગણી શકાય. વર્ષ સૂચવતી અભિનવ પ્રથા
ક્ષત્રપોના ચાંદીના, પૉટનના અને સીસાના સિક્કાઓ ઉપર વર્ષ-સૂચક વિશિષ્ટ અને અભિનવ પદ્ધતિ આપણને પ્રથમ વખત જોવી પ્રાપ્ત થાય છે. ભારતીય સિક્કાવિજ્ઞાનના ઇતિહાસમાં આ બાબત સીમાચિહ્ન સ્વરૂપ સ્વીકારાઈ છે. બ્રાહ્મી આંકડામાં વર્ષ સૂચવતી સંખ્યા નિર્દેશવાની ક્ષત્રપોની આ નિરાળી પદ્ધતિને લઈને આ શાસકોની સળંગ સાલવારી તૈયાર કરવામાં સુગમતા સાંપડી છે. ક્ષત્રપો પૂર્વેના ભારતીય સિક્કાઓમાં ક્યાંય વર્ષ આપવાની પ્રથા જોવા મળતી નથી. તો ક્ષત્રપ પછી જેમના ચાંદીના સિક્કામાં ક્ષત્રપ અનુકરણ જોવા મળે છે તે ગુપ્ત શાસકોના સુવર્ણ સિક્કાઓ (એમને સમયનિર્દેશયુક્ત ક્ષત્રપોના સિક્કાઓનો પરિચ હોવા છતાંય) વર્ષ નિર્દેશન વિનાના છે. આથી, ક્ષત્રપ સિક્કાઓમાં થયેલા વર્ષ-નિર્દેશનનો પ્રયોગ અસંદિગ્ધ રીતે વિશિષ્ટ અને વિરલ બની રહે છે.
વર્ષ આપવાની પહેલવહેલી પ્રથા રુદ્રસિંહ ૧લાના સિક્કા ઉપર અંકિત થયેલી જોવા મળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org