________________
પ્રકરણ તેર
સિક્કાઓની સર્વગ્રાહી સમીક્ષા
ભૂમિકા
શક જાતિના અને પશ્ચિમી ક્ષત્રપોથી આપણા ઇતિહાસમાં વિશેષ વિખ્યાત ગુજરાતના પહેલપ્રથમ સ્વતંત્ર રાજ્યના આ શાસકોના ગુજરાતમાંથી અને પશ્ચિમ ભારતના અન્ય ભૂભાગમાંથી પ્રાપ્ત ચાંદીના ગોળ સંખ્યાતીત સિક્કાઓ એમના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસને નિરૂપવા વાસ્તુનું ખૂબ જ મહત્ત્વનું મુખ્ય સાધન છે. આથી, સ્વાભાવિક જ ચાંદીના સિક્કાઓની સઘળી બાજુઓની નાનીમોટી બધી માહિતીની સમીક્ષિત અવલોકના અહીં પ્રસ્તુત કરવી આવશ્યક છે. ચાંદીના સિક્કા ઉપરાંત આમાંના કેટલાક રાજાઓના થોડાક સિક્કા તાંબાના, પોટનના અને સીસાના પણ હાથ લાવ્યા છે.
આમ તો, ભારતીય જનસમૂહ વેદકાળથી સિક્કાઓના પરિચયમાં આવતો રહ્યો છે. ભારતીય-ગ્રીક રાજાઓના વજન, આકાર, પદ્ધતિ વગેરેની દષ્ટિએ ઊંચી ગુણવત્તાવાળા સિક્કાઓ પશ્ચિમી ક્ષત્રપો પૂર્વે પ્રચલિત હતા. ક્ષત્રપોના સિક્કામાં દેશી અને વિદેશી ઉભય પદ્ધતિઓનું મિશ્રિત અનુકરણ જોવું પ્રાપ્ત થાય છે. આથી અને અન્યથા પણ ભારતીય સિક્કાઓના ઇતિહાસમાં ક્ષત્રપી સિક્કાઓ વિશિષ્ટ સ્થાનના અધિકૃત અધિષ્ઠાતા બની રહ્યા છે, જેની વિગતો વિસ્તારથી અહીં આલેખી છે. તાંબાના સિક્કા
ભૂમક અને જયદામાના માત્ર તાંબાના સિક્કા પ્રાપ્ય છે. ભૂમકના સિક્કા ગોળ છે, જ્યારે જયદામાના ચોરસ. ઉપરાંત અન્ય કેટલાક રાજાઓના ચાંદીના સિક્કાની સાથોસાથ થોડાક સિક્કા તાંબાના હાથ લાગ્યા છે : નહપાનના ગોળ, ચાન્ટના ચોરસ અને રુદ્રસેન ૩જાના ચોરસ. કેટલાક ચોરસ સિક્કા નામનિર્દેશ અને સમયનિર્દેશ વિનાનાય મળ્યા છે. તેથી એવા સિક્કાની
ઓળખ આપવી-કરવી મુશ્કેલ છે. પરંતુ સિક્કા તૈયાર કરવાની પદ્ધતિ જેવી માહિતીથી એ સિક્કાઓ ક્ષત્રપોના હોવાનું અનુમાનાયું છે. ચાંદીના સિક્કા.
આ ધાતુના સિક્કાઓ હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થયા છે. આપણે અવલોક્યું તેમ ભૂમક અને જયદામા સિવાયના પ્રત્યેક રાજાના ચાંદીના સિક્કા હાથવગા થયા છે. પૉટન અને સીસાના સિક્કા
રુદ્રસિંહ ૧લો, જીવદામા, રુદ્રસેન ૧લો, દામસેન અને વીરદામાના પૉટન અને સંસાના સિક્કા મળ્યા છે. આમાં, રુદ્રસિંહ ૧લાના અને જીવદામાના પૉટનના સિક્કા ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org