________________
પરિશિષ્ટ છ
૧૫૫
અભિવ્યક્ત કરીને ચતુરાનને કહેરી લેખમાંના રુદ્રદામાના જમાઈ તરીકે ઓળખાવે છે. જમાઈ તરીકે તે રુદ્રદામાનો ખૂબ જ નજીકનો સંબંધી ગણાય, જયારે તેના પિતા યજ્ઞશ્રી રુદ્રદામાના વેવાઈ તરીકે ‘દૂરના નહીં તેવા સગા” ગણાય. અને તેથી ભાંડારકરના મત મુજબ યજ્ઞશ્રી શાતકર્ણિ એ શૈલલેખમાં ઉલ્લિખિત શાતકર્ણિ હોઈ શકે. પુળમાવિ શાતકર્ણિ ?
રેસન કહેરી લેખમાંનો વાસિષ્ઠીપુત્ર શ્રી શાતકર્ણિ એ જ પળમાવિ રજો છે એમ દર્શાવી ગિરનાર શૈલલેખમાંનો શાતકર્ણિ એ પુલુમાવિ શાતકર્ણિ હોવાનો મત અભિવ્યક્ત કરે છે. દે.રા.ભાંડારકર ગૌતમીપુત્ર શાતકર્ણિ અને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ બંને સહરાજયકર્તાઓ હતા એમ ભારપૂર્વક જણાવે છે; અને શૈલલેખમાં ઉલ્લિખિત શાતકર્ષિ એ ગૌતમીપુત્ર શાતકર્ણિ હોવાનું મંતવ્ય વ્યક્ત કરે છે. વળી તેઓ વાસિષ્ઠી પુત્ર શાતકર્ણિને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ સાથે સરખાવી તેને ગૌતમીપુત્ર શાતકર્ણિના પુત્ર તરીકે અને રુદ્રદામાના જમાઈ તરીકે ઓળખાવે છે".
ઉપર્યુક્ત પાંચ અભિપ્રાયો હવે ચકાસીએ. ભગવાનલાલ, બૂહ્નર અને રામકૃષ્ણ ભાંડારકરનાં સૂચનોથી ફલિત થાય છે કે જૂનાગઢના શૈલલેખમાંનો પ્રશ્નાર્થ શાતકર્ણિ એ પુળમાવિનો અનુગામી હોઈ શકે, પુરોગામી નહીં. ગૌતમીપુત્ર શાતકર્ણિ અને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના શિલાલેખોમાંનાં ઉલ્લિખિત રાજયકાલનાં વર્ષોને ધ્યાનમાં રાખતાં ઉભયનો એકંદર રાજયઅમલ ૪૮ વર્ષ જેટલો દીર્ધ ગણાય. આભિલેખિક અવલોકન
હવે નહપાનના સમયના લેખમાંનું છેલ્લું જ્ઞાત વર્ષ શક ૪૬ ગૌતમીપુત્ર શાતકર્ણિના રાજયકાલના વર્ષ ૧૮ બરોબર ગણાય. એવું જો સ્વીકારીએ તો ક્ષહરાત વંશના અંત પછી પણ ઉભયનું રાજય ત્રીસ વર્ષ સુધી ચાલુ રહેલું હોવું જોઈએ. ચાખન-રુદ્રદામાના આંધૌના યષ્ટિલેખોથી તો એ બાબત સ્પષ્ટ થાય છે કે વર્ષ પ૨માં તો ક્ષત્રપોની સત્તા કચ્છ ઉપર હતી તેમ જ તોલમાયની નોંધથી ઉજ્જન એમની રાજધાની હોવાનું દર્શાવાયું છે. આથી એવું ફલિત થાય છે કે નહપાનને હરાવી ગૌતમીપુત્રે ક્ષહરાત ક્ષત્રપોના જે પ્રદેશ જીતી લીધા હતા તેમાંના ઉત્તરી પ્રદેશ થોડા વખતમાં જ તેની પાસેથી કાર્દમક વંશના ચાન્ટન-રુદ્રદામાએ પાછા મેળવ્યા હોવાની બાબત ધ્યાનાર્હ છે. નહપાનના જમાઈ ઉષવદાત્ત, વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ અને રુદ્રદામાના ગિરિલેખમાં ઉલિખિત વિસ્તારોના સરવાળા બાદબાકી કરવાથી પણ આ બાબત સ્પષ્ટ થાય છે. વળી કહેરી લેખમાંનો વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ એ વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ હોવાનો મત ઘણા વિદ્વાનોનો છે; કેમ કે કાર્લે અને નાસિકના ચાર ગુફાલેખો વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના છે; તો કહેરીનો લેખ, જે વાસિષ્ઠીપુત્ર શાતકર્ષિનો છે તે પણ, તેનો જ હોવાનું સંભવે છે.
પ્રસ્તુત અવલોકનથી સૂચિત થાય છે કે પ્રશ્નાર્થ શાતકર્ણિ એ પુલુમાવિનો અનુગામી કોઈ પણ સંજોગોમાં સંભવી શકે નહીં. તો પછી શૈલલેખમાંનો શાતકર્ણિ તે પુલુમાવિ પોતે કે એનો પુરોગામી રાજા તે અન્વેષણાપેક્ષિત છે. ગૌતમીપુત્ર શાતકર્ણિ હોઈ શકે
કહેરી લેખમાંનો વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ એ જ ગૌતમીપુત્ર શાતકર્ણિનો પુત્ર વાસિષ્ઠીપુત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org