________________
૧૪૮
ક્ષત્રપકાલીન ગુજરાત છે. આથી એમના મતે શક સંવતનો શોધક-ચાલક શક વંશનો કોઈ રાજા હોવો જઈએ અને તે વોનોનીસ હોઈ શકે. પરંતુ વોનોનીસ પદ્વવ નરેશ હતો તેથી ભાંડારકરનો મત ટકતો નથી.
હવે ભાંડારકરની દલીલો તપાસીએ. હવે તો આ ગ્રંથલેખકના મત મુજબ પશ્ચિમી ક્ષત્રપો કુષાણોના ઉપરાજ ન હતા જેની ચર્ચા આપણે પ્રકરણ પાંચના છેલ્લે ભાગે કરી છે. આથી નહપાન અને ચાષ્ટન કેવળ ઉપરાજ હોવાને લીધે કોઈ સંવતના, ખાસ કરીને શક સંવતના પ્રવર્તક ના હોઈ શકે એવી ભાંડારકરની દલીલ સ્વીકાર્ય બનતી નથી; જ્યાં સુધી કુષાણ નરેશ કણિષ્કની શક રાષ્ટ્રીયતા પુરવાર ના થાય ત્યાં સુધી શક સંવતના ચાલક તરીકે કણિષ્કને સ્વીકારી શકાય નહીં. જો કે વોનોનીસ શક સંવતનો પ્રવર્તક હોવાનો ભાંડારકરીય મત આ કારણોસર સ્વીકારવો યોગ્ય જણાતો નથી : (૧) વોનોનીસ શક જાતિનો નહીં પણ પહ્નવ જાતિનો હતો એમ સ્ટેન કોનો અને ટાને સ્પષ્ટપણે નોંધે છે૧૧. (૨) એણે ભારતમાં સત્તા સંભાળી હોવાનું જાણમાં નથી૨; બલકે તે સીસ્તાનનો રાજા હતો અને તે સમયે ભારત ઉપર શક રાજા મોઅની સત્તા પ્રવર્તતી હતી. (૩) વળી એનો સત્તા-સમય ઇસુ પૂર્વેની પહેલી સદીનો હોવાનું જણાય છે. જ્યારે જે સંવત સાથે એનું નામ સાંકળવાનો ભાંડારકરે પ્રાયસ કર્યો છે તે શક સંવતનો પ્રારંભ તો ઈસુ પછી ૭૮મા વર્ષે થયો છે. શું કરિષ્ક શક સંવતનો ચાલક હતો?
સૌ પ્રથમ ફર્ગ્યુસને એવો મત વ્યક્ત કર્યો હતો કે કણિક્કે શક સંવતનો પ્રારંભ કર્યો હતો". અનુકાલમાં ફર્ગ્યુસનનું આ મંતવ્ય લગભગ બધા જ ઐતિહાસિકોએ સર્વાનુમતે સ્વીકારી લીધું હતું; એટલું જ નહીં ફર્ગ્યુસનની જ દલીલો એ જ પદ્ધતિએ અનુસરવાનું ઉચિત માન્યું છે. આ વિશે વિગતવાર ચર્ચા ફર્ગ્યુસને અને ઓલ્ડનબર્જે કરી છે. ફર્ગ્યુસનનો મત
ફર્ગ્યુસને મુખ્યત્વે રોમીય સિક્કાઓનો આધાર લીધો છે. “માણિક્યાલ ટોપ'માં કષ્કિના સિક્કાઓ સાથે કોસ્યુલર સમયના (ઈસ્વી પૂર્વ ૪૩) રોમીય સિક્કાઓ પ્રાપ્ત થયા છે. આ માણિક્યાલ ટોપની રચના કણિક્કે કરેલી એટલે ફર્ગ્યુસનના મતે કણિષ્કનો સમય ઈસ્વી પૂર્વ ૪૩ પછીનો મૂકી શકાય, પરંતુ ઈસ્વી પૂર્વ ૪૩ પછી કેટલાં વર્ષ બાદ તેની સ્પષ્ટતા તેમણે કરી નથી. આથી તેઓ જેનો આધાર લે છે તે આધાર જ કણિષ્કના સમયને નિર્ણિત કરવામાં ઉપયોગી થતો નથી. આથી ફર્ગ્યુસનની દલીલ સંદિગ્ધ રહે છે. આ ઉપરાંત તેઓ જલાલાબાદ નજીકના “અહીન પોશ ટોપ'માંથી રોમીય સમ્રાટો ડોમિટિયન, ટ્રાજન અને સમ્રાજ્ઞી સબીનાના સિક્કાઓ સાથે કુષાણ નરેશ કણિષ્કના અને હવિષ્કના પ્રાપ્ત થયેલા સિક્કાઓનો આધાર લે છે. ડોમિટિયન અને ટ્રાજનનો સત્તાસમય અનુક્રમે ઈસ્વી ૮૧થી ૯૬ અને ઈસ્વી ૯૮થી ૧૧૭નો છે. જ્યારે સબીનાનો સત્તાસમય ઈસ્વીસનની બીજી સદીના બીજા ચરણમાં હતો. આથી એમ સૂચિત થઈ શકે કે આ ટોપનું બાંધકામ ઈસુની બીજી સદી પૂર્વે સંભવે નહીં અને તો પછી ફર્ગ્યુસનનો આ આધાર પણ એમના મતને સમર્થી શક્તો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org