________________
પ્રકરણ આઠ
અન્ય પશ્ચિમી ક્ષત્રપકુળ
પ્રારંભે
વંશાવળીનાં અવલોકનથી ચાષ્ટનવંશના છેલ્લા જ્ઞાત શાસક વિશ્વસન પછી સ્વામી જીવદામાનું નામ સિક્કાઓથી જાણવું પ્રાપ્ત થાય છે. આ રાજાનો નિર્દેશ એના પુત્ર રુદ્રસિંહ રજાના સિક્કાઓમાં થયેલો છે. હા, જીવદામાનો પોતાનો એકેય સિક્કો અદ્યાપિ હાથવગો થયો નથી. આથી, એના પિતાનું નામ જાણવા મળતું નથી. પરિણામે જીવદામાના પિતા અને ચાષ્ટનવંશના છેલ્લા રાજા વિશ્વસેન વચ્ચે પૈતૃક સંબંધ હતો કે કેમ અને હતો તો કેવા પ્રકારનો હતો એ વિશે કોઈ જ માહિતી એકેય સાધનથી પ્રાપ્ત થઈ નથી. એટલે એમના કુળના નામકરણ વિશે કશું અનુમાન કરવું મુશ્કેલ છે. જીવદામાના કુળમાં ત્રણ પુરુષો અને બે જ શાસકોનો સળંગ વંશ જોવા મળે છે.
એમાંના બીજા રાજા યશોદામાં દ્વિતીય પછી સિક્કાઓ ઉપરથી સ્વામી રુદ્રદામાં દ્વિતીયનું નામ જાણી શકાયું છે. પરંતુ આ બંને રાજાઓ વચ્ચે ક્યા પ્રકારની સગાઈ હતી એ બિલકુલ સ્પષ્ટ થતું નથી. રુદ્રદામાં દ્વિતીય પછી રુદ્રસેન તૃતીય સત્તાધીશ થાય છે. આ વંશમાં, એટલે કે પશ્ચિમી ક્ષત્રપોના ચોથા કુળમાં, આ બે જ શાસકોની માહિતી ઉપલબ્ધ થાય છે. આ વંશનુંય કોઈ વિશિષ્ટ કુળનામ જાણવા મળ્યું નથી.
રુદ્રસેન તૃતીય પછી એની બહેનનો પુત્ર ભાણેજ સ્વામી સિંહસેન ગાદીપતિ હતો એવું સિક્કાઓથી દર્શાવાયું છે. આથી, સિંહસેનનું કુળ રુદ્રસેન તૃતીયના કુળ કરતાં ભિન્ન હોવાનું સ્પષ્ટ થાય છે. એટલે કે પશ્ચિમી ક્ષત્રપોની વંશાવળીમાંનું આ પાંચમું કુળ છે. સિંહસેન પછી એનો પુત્ર રુદ્રસેન ચતુર્થ ગાદીએ આરોહિત થાય છે. આ વંશમાંય આ બે જ રાજાઓ સત્તાધીશ થયા હોવાનું સ્પષ્ટ થાય છે. એમના કુળનામ વિશેય કોઈ જ માહિતી ઉપલબ્ધ થતી નથી.
રુદ્રસેન ચતુર્થ પછી રુદ્રસિંહ તૃતીયના સિક્કા ઉપરથી એના પિતા સત્યસિંહની માહિતી હાથવગી થઈ છે; પરંતુ સુદ્રસેન ચતુર્થ અને સત્યસિંહ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થતો નથી. સત્યસિંહના સ્વયમુના સિક્કા પ્રાપ્ત ના હોઈ એના પિતા અંગેની કોઈ માહિતી મળતી નથી. રુદ્રસિંહ તૃતીય પછી ક્ષત્રપ રાજાઓના સિક્કા મળતા નથી. એટલે કે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સંભવતઃ આ છેલ્લો જ્ઞાન રાજા હોવાનું સ્પષ્ટ થાય છે. આમ, પશ્ચિમી ક્ષત્રપોના આ છઠ્ઠા કુળની સાથે ગુજરાતમાં શક જાતિના પણ ભારતીય સંસ્કારોથી વિભૂષિત સ્વતંત્ર સત્તાધીશ અને પશ્ચિમી ક્ષત્રપોથી ઇતિહાસના ગ્રંથોમાં વર્ણિત શાસકોનું રાજય અસ્ત પામે છે.
પ્રસ્તુત પૃથક્કરણથી એવું સૂચવાય છે કે ચાષ્ટનવંશની સીધી સળંગ વંશાવળી પછી, કુલ ચાર જગ્યાએ સંબંધોના તાણાવાણા તૂટેલા દશ્યમાન થાય છે; જેમાંના એકમાં કુળ ભિન્ન હોવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org