________________
૧૨૪
ક્ષત્રપકાલીન ગુજરાત થાય છે. આથી જીવદામાના શાસનકાળની ઉત્તરમર્યાદા વર્ષ ૧૨૨ સુધીની હોઈ શકે. આ બધા ઉપરથી એનો રાજ્યઅમલ ટૂંકો અને યશસ્વી કારકિર્દી વિનાનો દશ્ય થાય છે. રુદ્રસેન ૧લો
જીવદામા પછી એના નાના કાકા રુદ્રસિંહ ૧લાનો શ્રેષ્ઠ પુત્ર રુદ્રસેન ૧લો ગાદીએ આરૂઢ થયો. એના ચાંદીના સિક્કાઓ ક્ષત્ર અને મહાક્ષત્રપ તરીના છે. એના ક્ષત્રપ કાલના સિક્કાઓ વર્ષ ૧૨૦ અને ૧૨૧ તેમ જ સંભવતઃ ૧૨૨ના સંપ્રાપ્ત છે; જ્યારે મહાક્ષત્રપાલના સિક્કાઓ વર્ષ ૧૨૪થી ૧૪૪ સુધીના, લગભગ પ્રત્યેક વર્ષના મળ્યા છે, એના સમયના પૉટીનના થોડાક સિક્કા નામ વિનાના ઉપલબ્ધ થયા છે; પરંતુ આ સિક્કા ઉપર અંકિત વર્ષ ૧૩૧, ૧૩૩ અને ૧૩પના અનુસંધાને એવું સૂચવાય છે કે નામ વિનાના આ સિક્કા આ રાજાના જ હોય. એના બે શિલાલેખોમાંથી એક છે વર્ષ ૧૨૨નો મૂલવાસરનો (જિ. જામનગર) ૫ અને બીજો છે વર્ષ ૧૨૭ (કે ૧૨૬)નો ગઢાનો (જિ. રાજકોટ). આ બંને લેખક એના મહાક્ષત્રપપદના છે. જૂનાગઢ પાસે સ્થિત ઈંટવાના ખોદકાર્યમાંથી પ્રાપ્ત એક મુદ્રાંકલેખ એના સમયનો જણાય છે અને મિતિનિર્દેશ વિનાનો છે. ઉપરાંત દેવની મોરીના બૌદ્ધ મહાતૂપ અને મહાવિહાર પણ એના સમયના હોવા વિશે કેટલોક સંભવ છે.
રુદ્રસેનના ક્ષત્રપ તરીકેના સિક્કામાં પહેલું જ્ઞાત વર્ષ ૧૨૦ છે અને એના પિતા રુદ્રસિંહના ક્ષત્રપપદના સિક્કાનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૧ર છે તેમ જ એના નજીકના પુરોગામી જીવદામાના ક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ નથી. તેથી રુદ્રસેનની ક્ષત્રપપદની પૂર્વ મર્યાદા વર્ષ ૧૨૦થી વહેલી હોવા સંભવે. એના ક્ષત્રપપદના સિક્કાનું છેલ્લું જ્ઞાત વૃર્ષ ૧૨૨ છે, જે એના શાસનકાલની ઉત્તરમર્યાદા સૂચવે છે; કેમ કે એનો વર્ષ ૧૨ ૨નો મૂલવાસરનો લેખ મહાક્ષત્રપાદનો છે.
એના મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૧૨૪ છે, પરંતુ એના ક્ષત્રપાલના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૨૨ છે જે આપણે અવલોક્યું છે, અને એના મૂલવાસરનો શિલાલેખ મહાક્ષત્રપપદનો અને વર્ષ ૧૨૨નો હોઈ એવું અનુમાની શકાય કે એણે વર્ષ ૧૨૨માં મહાક્ષત્રપપદ પ્રાપ્ત કર્યું હોય. એના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૪૪ છે અને એના અનુગામી સંઘદામાના મહાક્ષત્રપપદના વર્ષ ૧૪૪ના સિક્કા મળ્યા છે. આથી રુદ્રસેને વર્ષ ૧૪૪ના પૂર્વભાગ પર્યત સત્તા સંભાળી રાખી હોવાનું ફલિત થાય છે.
આમ, એણે મહાક્ષત્રપ તરીકે લગભગ ૨૨ વર્ષ (શક વર્ષ ૧૨૨થી ૧૪૪ = ઈસ્વી ૨૦૦થી ૨૨૨)સુધી શાસન કર્યું હોવું જોઈએ. પ્રાપ્ત થયેલા લગભગ પ્રત્યેક વર્ષના એના સિક્કાઓ અને એનું સંખ્યા પ્રમાણ જોતાં એવું અનુમાની શકાય કે એનો સત્તાકાળ બાહ્ય આક્રમણો અને આંતરિક સંઘર્ષ વિનાનો હોવા સંભવે. એણે પોતાના રાજયના વિસ્તાર વાસ્તે કોઈ પ્રયત્ન કરેલા કે કેમ તથા તેનો પ્રદેશ-વિસ્તાર કેટલો હતો એ જાણવાની કોઈ સાધનો મળ્યાં નથી.
એનો ગઢાનો શિલાલેખ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, કેમ કે એમાં ચાષ્ટનથી આરંભી રુદ્રસેન ૧લા સુધીના સીધા વારસદાર રાજાઓનાં નામ નિર્દિષ્ટ છે, જેથી આરંભકાળના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org