________________
પ્રકરણ છ
જમાઈ હોવાથી એનો નજીકનો સગો કહેવાય, એટલે એ પોતાના સસરા પ્રત્યેના માનને કારણે રાના સાથે ક્ષત્રપનું બિરુદ કોઈ ચોક્કસ અર્થને સ્થાને માનાર્થે રાનાના પર્યાય તરીકે ઉપયોગે એ સ્વાભાવિક છે. એવી રીતે અમાત્ય પોતાના અધિપતિ(માલિક) માટે માનસૂચક મહાક્ષત્રપ બિરુદ ઉપયોગે તો તેય સહજ છે. આમા આ બંને બિરુદ અહીં રાજાના સમાનાર્થી જેવાં છે. છતાં મહાક્ષત્રપનું બિરુદ નહપાનના રાજ્ય-અમલના પ્રાયઃ અંતિમ વર્ષમાં પ્રયોજાયું હોઈ એવો સૂચિતાર્થ થઈ શકે કે એ સમયે આપણા દેશના રાજાઓ મહારાનના બિરુદથી ઓળખાતા હોય અને તેથી નહપાને મહારાજ્ઞના પર્યાય તરીકે મહાક્ષત્રપનું બિરુદ પ્રચલિત કર્યું હોય; અર્થાત્ એણે રાનાનું મહારાન રૂપ ન સ્વીકારતાં ક્ષત્રપ રૂપ સ્વીકાર્યું હોવાનું જણાય છે.
એના રાજ્ય-અમલનો સમય
૧૦૩
એના સત્તાકાલની સમયાવધિ નિર્ણિત કરવાનાં સાધનો મર્યાદિત અને સંદિગ્ધ છે. મિતિ નિર્દેશ વિનાના એના સિક્કાલેખોનું બાહુલ્ય જરાય ઉપકારક થતું નથી. જોગલથમ્બી નિધિના નહપાનના સિક્કાઓમાંથી બે તૃતીયાંશ જેટલા સિક્કાઓ ઉપર આંધ્રના સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણએ પોતાની છાપ અંકિત કરી હોઈ બંનેની સમકાલીનતા નહપાનના સત્તાસમયને જાણવામાં ઉપાદેયી બની રહે છે; પરંતુ આંધ્રના સાતવાહન શાસકોના સત્તાકાલ સારુ વિદ્વાનોમાં ઘણો મતભેદ પ્રવર્તે છે. તો સાતવાહન રાજાઓના સમયને નિર્ણિત કરવા કાજે કેટલાક વિદ્વાનો ક્ષત્રપ રાજાઓનું અટામણ લે છે. એટલે ક્ષહરાત વંશ અને સાતવાહન વંશની સમકાલીનતા નહપાનના સત્તાકાલને જાણવામાં (એટલે કે સિક્કાઓ) પણ ઉપયોગી થતી નથી; કેમ કે આ બાબત ‘બીજાંકુર ન્યાય’ જેવી છે.
જિનસેનના હરિવંશ-પુરાણમાંની અને પટ્ટાવત્તિ-થામાંની માહિતી નહપાને કેટલો સમય રાજ્ય કર્યું એનો નિર્દેશ કરે છે. આ બંને સાહિત્યિક સ્રોત નહપાનને ઈસ્વીપૂર્વ ૧૦૦થી ૫૮ની વચ્ચે અધિપતિ હોવાનું સૂચવે છે. પુરાણો એને છેલ્લા શૃંગ રાજાઓના (ઈસ્વીપૂર્વની પ્રથમ સદીમાં) સમયમાં સત્તાધીશ હોવાનું જણાવે છે. પરંતુ તેથી તે ચોક્કસ કયા સમયગાળા દરમ્યાન વિદ્યમાન હતો તે નિશ્ચિત થતું નથી. આમ, આનુશ્રુતીક સાહિત્યથી પણ એનો સમયનિર્ણયનો ઉકેલ હાથવગો થતો નથી.
પેરિપ્લસમાં રાજા નામ્બુનસનો ઉલ્લેખ નહપાનના સંદર્ભમાં થયો હોવાનું વિદ્વાનો હવે સ્વીકારે છે. પેરિપ્લસનો સમય એમાં ઉલ્લિખિત રાજાઓના આધારે નિશ્ચિત કરવાના પ્રયાસ થયા છે. પરિણામે વિભિન્ન વિદ્વાનોએ એનો ભિન્ન ભિન્ન રચનાકાળ દર્શાવ્યો છે૫. પરંતુ મોટાભાગના વિદ્વાનો એની રચના ઈસુની પહેલી સદીના ઉત્તરાર્ધમાં થઈ હોવાનો અભિપ્રાય ધરાવે છે. આથી, નહપાનને પેરિપ્લસનો સમકાલીન ગણી ઈસુની પહેલી સદીના ત્રીજા-ચોથા ચરણ દરમ્યાન વિદ્યમાન હોવાનું જણાવે છે, જે બાબત સ્વીકાર્ય બનતી નથી કેમ કે ઈસુના પ્રથમ શતકના ચોથા ચરણમાં તો કાર્દમક વંશના રાજાઓનો સત્તાકાલ આરંભ થઈ ચૂક્યો હોય છે. આથી, પેરિપ્લસનો આધાર પણ ‘બીજાંકુર ન્યાય' (argument in a circle) જેવો હોઈ પૂર્ણપણે શ્રદ્ધેયતાથી સ્વીકારી શકાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org