________________
પ્રકરણ ૭
૧૦૧
સિક્કાલેખોના અક્ષરોના મરોડમાં વળાંક દાખલ થયેલો જોવા મળે છે અને કદનું પ્રમાણ ભૂમકના અક્ષરોના કદ કરતાં થોડું નાનું દેખાય છે. વળી નહપાનના સિક્કાના અગ્રભાગે સૌ પહેલીવાર રાજાની મુખાકૃતિ જોવા મળે છે, જે ભૂમકના સિક્કામાં જોવા મળતી નથી. ઉપરાંત ભૂમકના સિક્કાના અગ્રભાગનું અનુકરણ નહપાનના સિક્કાઓના પૃષ્ઠભાગે જોવું પ્રાપ્ત થાય છે. આ હકીકતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભૂમક નહપાનનો પુરોગામી હતો.
ક્ષહરાતોના પ્રદેશ સાતવાહન ગૌતમીપુત્ર શાતકર્ણિએ લઈ લીધા અને પછીથી એમાંના કેટલાક પ્રદેશ સાતવાહનો પાસેથી ચાખનાદિ ક્ષત્રપોએ પાછા મેળવ્યા એ હકીકતને લક્ષમાં લેતાં નહપાન ચાષ્ટનનો સીધો પુરોગામી હોવાનું સ્પષ્ટ થાય છે.
નહપાન તથા ચાટન તેમ જ ચાષ્ટનના વંશજોના સિક્કાઓના અગ્રભાગે રાજાની મુખાકૃતિ અવશ્ય અંકિત થયેલી હોય છે; જ્યારે ભૂમકના સિક્કાઓ ઉપર મુખાકૃતિનો અભાવ છે. આથી ભૂમક નહપાનનો પુરોગામી અને નહપાન ચાષ્ટનનો પુરોગામી હોય એ ક્રમ વધુ સ્પષ્ટ થાય છે. ભૂમકનો સમય
આ રાજાના સિક્કા સમયનિર્દેશ વિનાના છે, પરંતુ એના અનુગામી અને પ્રાય: એના ઉત્તરાધિકારી નહપાનના સમયના આઠ ગુફાલેખોમાંથી કેટલાકમાં વર્ષનો નિર્દેશ છે. આ વર્ષોના આધારે તેમ જ અન્ય જ્ઞાપકો ઉપરથી નહપાનનો સમય નિશ્ચિત કરી, એના પુરોગામી ભૂમિકના સમય-નિર્ણયનું અનુમાન કરી શકાય.
ભૂમકના ઉપલબ્ધ સિક્કાઓનું અલ્પ-સંખ્યા-પ્રમાણ જોતાં એણે બહુ લાંબો સમય રાજ્ય કર્યું હોય એ સંભવિત જણાતું નથી. નહપાનના સમયના શિલાલેખોમાં નિર્દિષ્ટ વર્ષો રાજ્યકાલનાં હોવાનું આપણે અવલોકી ગયા છીએ અને નહપાનના સંદર્ભે આ બાબત હવે વર્ણવીશું. એના લેખોમાં દર્શાવેલું મોડામાં મોડું જ્ઞાત વર્ષ ૪૬ છે. આથી એણે ઓછામાં ઓછું ૪૬ વર્ષ તી રાજ્ય કર્યું હોવું જોઈએ.
જો નહપાનનું રાજ્ય ચાન્ટનના રાજમારોહણ પૂર્વે સુરતમાં જ પૂરું થયું હોય અને ચાષ્ટનનું રાજ્ય શક વર્ષ ૧(ઈસ્વી ૭૮)થી શરૂ થયું હોય તો નહપાનનો રાજયકાલ લગભગ ઈસ્વી ૩૨થી ૭૮નો અથવા જો જૈન પરંપરા મુજબ ચાલીસ વર્ષ તેણે રાજય કર્યું એમ સ્વીકારીએ તો ઈસ્વી ૩૮થી ૭૮નો ગણી શકાય, (જુઓ હવે પછી “નહપાનનો સમયનિર્ણયનો મુદો) અને તેના પુરોગામી ભૂમકનો સત્તાકાલ કાં તો લગભગ ઈસ્વી ૨૩થી ૩૨નો, કાં તો ઈસ્વી ૩૨થી ૩૮નો૩ હોવા સંભવે. રાજયવિસ્તાર
- ભૂમકના સિક્કાઓ ગુજરાત, માળવા, અજમેર વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયા છે, તેથી તેની સત્તા તે તે પ્રદેશો પર હોવાનું સૂચવી શકાય; છતાં સિક્કાની પ્રાપ્તિ મૂળ સ્થાનેથી થયેલી ના હોય તો તેનાં અર્વાચીન પ્રાપ્તિ સ્થાનો ઉપરથી આવું ખાતરીપૂર્વકનું અનુમાન કરવું મુશ્કેલ ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org