________________
પ્રકરણ છ
ક્ષહરાતવંશ : આરંભ અને અંત
ભૂમિકા
આપણા દેશના ઐતિહાસિક યુગમાં પ્રાકૃગુપ્તકાલ દરમ્યાન મૌર્ય સામ્રાજયના અસ્ત પછી કોઈ કેન્દ્રસ્થ રાજસત્તા હોવાનું જણાતું નથી. મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી આપણો દેશ નાનાંમોટાં અનેક સ્વતંત્ર રાજયોમાં વિભાજિત હતો. ઈસુનાં આરંભનાં બેક શતક દરમ્યાન ઉત્તર ભારત કુષાણવંશી રાજાઓની સત્તા હેઠળ અને દક્ષિણ ભારતનો મોટો ભૂભાગ સાતવાહન શાસકોની સત્તા નીચે હતો ત્યારે આપણા દેશના પશ્ચિમ ભૂભાગ તેમ જ ઉત્તર અને દક્ષિણને જોડતા કેટલાક વિસ્તારો ઉપર શક જાતિના ક્ષત્રપ રાજાઓની આણ પ્રવર્તતી હતી. આમ, અનુમૌર્યકાલ અને પ્રાકૃગુપ્તકાલ વચ્ચેના સમયપટ ઉપર આપણો દેશ રાજકીય પરિપ્રેક્ષ્યમાં સંખ્યાતીત રાજસત્તાઓમાં વિભાજિત હતો ત્યારે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભૂભાગ ઉપર કેન્દ્રસ્થ નહીં છતાં ખૂબ જ પ્રભાવશાળી અને સમક્ષ એવી ત્રણ રાજસત્તાઓએ (કુષાણો, પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો) આપણા દેશના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના તાણાવાણાને સુદઢ રીતે વણાટમાં લઈને સુઘટ્ટ પોત તૈયાર કર્યું હતું જેને પરિણામે ઈસુની આરંભની ત્રણ સદીઓ દરમ્યાન આપણો દેશ વાણિજિયક અને આર્થિક ક્ષેત્રોમાં અભ્યદયથી વરેણ્ય બન્યો હતો. હરાત વંશ
આપણે અવલોકી ગયા કે પશ્ચિમી ક્ષત્રપોની વંશાવળીમાં કુલ છ કુળો અસ્તિત્વ ધરાવતાં હતાં. આમાંનું પહેલું કુળ ક્ષહરાત વંશના રાજાઓનું હતું. અત્યાર સુધીમાં સંપ્રાપ્ત સામગ્રીના આધારે કહી શકાય કે ક્ષહરાત વંશે ગુજરાતમાં ક્ષત્રપ રાજયનો આરંભ કર્યો હતો. આપણે એ પણ નોંધ્યું છે કે ગુજરાતમાંના પશ્ચિમી ક્ષત્રપોના શાસનનાં ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવા સારુ તે રાજાઓએ પડાવેલા અને ઘણી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા સિક્કાઓ, થોડા પ્રમાણમાં પ્રાપ્ત પાષાણલેખો અને સમકાલીન-અનુકાલીન સાહિત્યમાંથી મળતી માહિતી તેમ જ થોડાંક સ્મારકો ઉપયોગી નીવડ્યાં છે. ક્ષહરાત વંશના ઇતિહાસના નિરૂપણમાં પણ આ બધાં જ્ઞાપકો ખસૂસ ઉપકારક થયાં છે. આ વંશના રાજાઓ
આભિલેખિક સામગ્રીથી આપણા દેશમાંના ક્ષહરાત વંશોના કુલ પાંચ રાજાઓની માહિતી અદ્યાપિ ઉપલબ્ધ છે. તક્ષશિલાના બે, મથુરાનો એકર અને ગુજરાતના બે.
ગુજરાતના ક્ષહરાત રાજાઓ પૈકી એકનું નામ ભૂમક છે અને બીજાનું નામ નહપાન. ભૂમકની માહિતી એના સિક્કાઓથી પ્રાપ્ત થાય છે, આનુશ્રુતીક સાહિત્યમાં ક્યાંય ભૂમકનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org