________________
પરિશિષ્ટ ચાર
૪૪૬-૪૭ (૩૧૯-૨૦+૧૨૭=૪૪૬-૪૭) આવે, જે તદ્દન અસંભવિત જણાય છે કેમ કે પશ્ચિમી ક્ષત્રપોનું શાસન તો ઈસ્વી ૪૧૫માં સમાપ્ત થઈ ગયું હતું, અને તે દરમિયાન અહીં ગુપ્ત રાજા કુમારગુપ્ત ૧લાનું (ઈસ્વી ૪૧૫-૪૫) રાજય હતું. આથી ગુપ્ત સંવતની શક્યતા રહેતી નથી.
હવે તો પછી, કલચુરિ સંવતના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરીએ. ઈસ્વી ૨૪૮થી શરૂ થયેલા કલચુરિ સંવતમાં વર્ષ ૧૨૭ ઉમેરતાં ઈસ્વી ૩૭૫ આવે. આમ તો, આ વર્ષ ક્ષત્રપ રાજાઓના રાજ્ય-અમલમાં બંધ બેસે છે. આથી કથિક નૃપના વર્ષ ૧૨૭ને કલચુરિ સંવતના ચોક્કામાં બરાબર યોગ્ય રીતે ગોઠવી શકાય. પરંતુ એસ. શંકરનારાયણન આ વર્ષ કલચુરિ સંવતનું ના હોવા વિશે ત્રણ કારણો પ્રસ્તુત કરે છે ૫ : (૧) દેવની મોરીના અસ્થિપાત્ર લેખના અક્ષરોને ચંદ્રગુપ્ત રજાના ગુપ્તસંવતના વર્ષ ૯૩ (ઈસ્વી ૪૧૨-૧૩)ના સાંચીના શિલાલેખના* તેમ જ અશોકના લેખવાળા જૂનાગઢના શૈલ ઉપરના સ્કંદગુપ્તના વર્ષ ૧૩૮ (ઈસ્વી ૪૫૭-૫૮)ના લેખના ૩૭ અક્ષરો સાથે સરખાવી તેઓ દેવની મોરીના લેખને પાંચમી સદીના ઉત્તરાર્ધમાં મૂકવા પ્રેરાય છે. પરંતુ આપણી વળતી દલીલ એ છે કે સાંચીના અને જૂનાગઢના લેખોના અક્ષરોમાં દેવની મોરીના લેખનું અનુકરણ કેમ ના હોઈ શકે ? ચંદ્રગુપ્ત રંજાનો મથુરાનો લેખ ઈસ્વી ૩૮૦નો છે અને છતાં એનાં લિપિશાસ્ત્રીય (Palaeographic) લક્ષણો કુષાણલેખોના (જ ઇસુની બીજી સદીના છે) જેવાં છે એવું દિનેશચંદ્ર સરકાર નોંધે છે. એટલે સાંચી-જૂનાગઢના લેખો પાંચમી સદીના હોવા છતાંય એનાં લિપિશાસ્ત્રીય લક્ષણો ચોથી સદીનાં હોઈ શકે અને તેથી શંકરનારયણનું મંતવ્ય સ્વીકારવા યોગ્ય જણાતું નથી. (૨) એમની બીજી દલીલ એ છે કે આભિલેખિક દસ્તાવેજો અથેતિ પદ્યમાં લખાવાની શરૂઆત, ખાસ કરીને ઉત્તર ભારતમાં ૩૯, ચોથી સદીમાં ગુપ્તોના પછી જ થઈ; અને આ રીતે ખાનગી સાહસમાં દાન આપવાનો રિવાજ પણ પાંચમી સદીમાં શરૂ થયો હોવાનું જણાય છે. અને આમ તેઓ દેવની મોરીના લેખને પાંચમી સદીમાં મૂકે છે. પરંતુ રુદ્રદામાં ૧લાના શૈલલેખમાંના સંસ્કૃત ગદ્યને અપવાદરૂપે અસાધારણ ગણવામાં આવે છે. તેમ દેવની મોરીના પદ્યલેખને પણ અપવાદ તરીકે સ્વીકારવામાં વાંધો નથી. વળી, એમણે જ નોંધ્યું છે કે ઉત્તર ભારતમાં ગુપ્તોના અભ્યદય પછી ચોથી સદીમાં અભિલેખો પદ્યમાં લખાવા શરૂ થયા. તો પ્રસ્તુત લેખ પણ ચોથી સદીનો છે. એટલે એમની આ દલીલ પણ શિથિલ જણાય છે. (૩) એમની ત્રીજી દલીલ એ છે કે પાંચમી સદી પૂર્વે આપણા દેશના જ્ઞાત સંવતો સાથે આ વંશનું કે આ પ્રદેશનું નામ સંલગ્નિત હોવાનું જણાતું નથી. આ વાતે તેઓ વિક્રમ-શક-ગુપ્ત-કલયુરિ સંવતોનાં દૃષ્ટાંત આપીને સાબિત કરે છે કે આ બધા સંવતોનાં જે તે નામકરણ પાંચમી સદી પૂર્વે અસ્તિત્વમાં ન હતાં. અને તેથી વર્ષ ૧૨૭, જે કથિક નૃપોનું છે તે પણ, પાંચમી સદીમાં આવી શકે. આ માટે તેઓ કથિક સંવતનો આરંભકાળ ઈસ્વી ર૭પથી ૩૫૦ વચ્ચે હોવાની કલ્પના કરે છે. પરંતુ અહીં એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે આ લેખમાં કથિક સંવતનો સ્પષ્ટ ઉલ્લેખ છે જ નહીં, ઉલ્લેખ તો છે કથિક નૃપોનો. એથી એમની આ દલીલ પણ તર્કશુદ્ધ જણાતી નથી. પરિણામે પ્રસ્તુત ત્રણેય દલીલોના સંદર્ભે તેઓ મહાતૂપનો સમય ઈસુની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં મૂક્વા પ્રેરાય છે તે મત પણ સબળ જણાતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org