________________
પરિશિષ્ટ ચાર
કોઈ સંબંધ હોવાનું સૂચવાતું નથી. આથી બૌદ્ધધર્મને સ્પર્શતા સાંપ્રદાયિક લખાણમાં વપરાયેલો કથક શબ્દ સ્પષ્ટતઃ બૌદ્ધધર્મની પરિભાષામાં પ્રયોજાયેલો હોવા પૂરતો સંભવ છે. અને એ અનુષંગે અહીં કથિકોના સંવતનો વિનિયોગ થયો હોય તે સંભવિત ગણાય.
બીજી એક દલીલ એવી થઈ શકે કે અસ્થિપાત્રમાં નિર્દિષ્ટ રુદ્રસેન તો કેવળ રાજા તરીકે દર્શાવાયો છે. એના નામની પૂર્વે ક્ષત્રપ કે મહાક્ષત્રપ ઉભયમાંથી એકેય પ્રકારનું બિરુદ નિર્દેશાયું નથી. જયારે રુદ્રસેન ૩જાના સિક્કાઓ તેને મહાક્ષત્રપ તરીકે ઓળખાવતા હોઈ, અસ્થિપાત્રવાળો રુદ્રસેન એ ક્ષત્રપ રાજા રુદ્રસેન ૩જો ન હોય. પ્રસ્તુત લેખ પદ્યમાં હોઈ, ગદ્ય લખાણમાં અપાતી બિરુદો વગેરેની તમામ વિગતોની અપેક્ષા વધારે પડતી ગણાય અને તેથી ઉપર્યુક્ત દલીલ શિથિલ જણાય છે. વળી આ બાબતમાં અહીં એ પણ નોંધવું જોઈએ કે ચાખનરુદ્રદામાના સમયના આન્ધીના ચાર યષ્ટિલેખોમાં૧૯ ક્ષત્રપ કે અને મહાક્ષત્રપનાં બિરુદ દર્શાવાયાં નથી. એટલે પદ્યરચનાને કારણે અને આન્ધના યષ્ટિલેખોની જેમ અપવાદરૂપે આ અસ્થિપાત્રલેખમાં રદ્રસેન માટે માત્ર ના બિરદ નોંધાયું હોય એ સંભવિત છે. તો પછી પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન એ ક્ષત્રપવંશીય રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૩જો હોવાનો મત તર્કબદ્ધ જણાય છે. આ મતના સમર્થનમાં એ બાબત અહીં ધ્યાના રહેવી જોઈએ કે રાજય તો આ પ્રદેશમાં ક્ષત્રપોનું જ છે; કેમ કે ક્ષત્રપોના ઘણા સિક્કાઓ ૧ મહાવિહારમાંથી અને સ્તૂપના પેટાળમાંથી હાથવગા થયા છે.
આથી અત્યાર સુધીની ઉપલબ્ધ સામગીના આધારે અને બૌદ્ધ સ્થાપત્યના સમય નિર્ણયના સંદર્ભે પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન તે, રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેન ૩જો હોવાનું વધુ સ્વીકાર્ય જણાય છે. આ બૌદ્ધ સ્થાપત્યના સમયાંકનના સંદર્ભમાં રુદ્રસેન રજો તો ચર્ચાના ફલકમાં આવતો જ નથી. કથિકવંશ કયો રાજવંશ ?
હવે કથિક નામના વંશને કયા જ્ઞાત વંશના પર્યાય તરીકે ઓળખાવી શકાય અને કથિક સંવતને ક્યા જ્ઞાત સંવત તરીકે દર્શાવી શકાય એ બે પ્રશ્નો અહીં ચર્ચય જણાય છે.
બૌદ્ધ સાહિત્યમાં થનો સામાન્ય અર્થ ‘બૌદ્ધધર્મનો ઉપદેશ એવો થતો હોઈ અને કુષાણ રાજા કણિષ્ક તેમ જ એના કેટલાક અનુગામી કુષાણ રાજાઓ બૌદ્ધધર્મના આશ્રયદાતાઓ હોઈ દિનેશચંદ્ર સરકાર થનૃપોને કુષાણ રાજાઓ સાથે સંલગ્નિત કરે છે. એમના મત મુજબ શરૂઆતના ક્ષત્રપ રાજાઓ કુષાણોના ખંડિયા રાજાઓ હોઈ અને આ અસ્થિપાત્ર ક્ષત્રપ રાજાઓના પ્રદેશમાંથી પ્રાપ્ત થયું હોઈ તેમ જ તેમના રાજ્યામલ દરમ્યાનનું હોઈ આ વર્ષ ૧૨૭ શક સંવતનું હોવા સંભવે. પરંતુ પુરાવશેષીય પુરાવાઓ પરથી બૌદ્ધસ્થાપત્યનું સમયાંકન, વિશેષત: ક્ષત્રપ સિક્કાઓની ઉપસ્થિતિ હોવાથી, લગભગ સો વર્ષ જેટલું અનુકાલીન હોવાનું નિશ્ચિત થયું હોઈ" સરકારની દલીલ વજૂદયુક્ત જણાતી નથી, અન્યથા, લેખ બૌદ્ધધર્મને સંદર્ભે હોઈ, અહીં થh શબ્દ સાંપ્રદાયિક અર્થમાં વપરાયો હોય અને કથિકોનો સંવત પ્રયોજાયો હોય એવી કલ્પના થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org