SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે આ તાલિકામાં, જાણમાં છે તે તમામ લેખોને કાલક્રમાનુસા૨ ગણતરીમાં લઈ લીધા છે. તે હિસાબે સિદ્ધરાજ-કુમારપાળ સમય પૂર્વેનો એક પણ લેખ અઘાધિ પ્રાપ્ત નથી થયો. (સાહિત્યના તેમ જ પ્રતિમાઓના અલબત્ત પ્રાચીનતર એવાં કેટલાંક પ્રમાણો છે). અને વાઘેલાયુગની સમાપ્તિ બાદના ઘણાખરા લેખ ચૂડાસમા યુગના, છેલ્લા રાજા રા'માંડલિક સુધીના કાળના છે; તે પછી કોઈ કોઈ મોગલ, અને ત્યારબાદ બ્રિટિશ (યા નવાબી) યુગના છે. દિગંબર સંપ્રદાયના થોડાક લેખો જોવા મળ્યા છે, પણ તે સૌ ૧૫મી તેમ જ ૧૭મી શતાબ્દી અને બાદના છે. જ્યારે બ્રાહ્મણીય સંપ્રદાયને અનુલક્ષ તો એક પણ અભિલેખ અદ્યાપિ મળ્યો નથી, કે પર્વત પર બ્રાહ્મણીય મંદિરો હોવાનાં સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણો ઉપસ્થિત નથી, પ્રાપ્ત થયાં નથી. (ગિરનાર પરના તમામ સાહિત્યિક ઉલ્લેખો—આગમિક, જૈન-પૌરાણિક, તીર્થનિરૂપણાત્મક—સાહિત્ય (કલ્પો, તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, રાસો, વિવાહલાઓ, ઇત્યાદિના) અને સ્તોત્રો, સ્તવો ઇત્યાદિ—ના તેમ જ ઉપલબ્ધ અભિલેખો, દેવાલય નિર્માણો, યાત્રા-વિષયક અને સલ્લેખના આદિના ઉલ્લેખોના પરિપ્રેક્ષ્યમાં, અને મૂળ સ્રોતોને સાંગોપાંગ ઉżકિત કરવા સાથેની શિલ્પ-સ્થાપત્યની વિસ્તૃત ચર્ચા લેખકના ચિત્ર “મહાતીર્થ ઉજ્જયંતગિરિ'માં આવનાર હોઈ અહીં આથી વિશેષ કહેવાનો આયાસ કર્યો નથી. ટિપ્પણો : ૧. જુઓ ‘ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો,” સ્વાધ્યાય, પુપ, અંક ૨, પૃ. ૨૦૪-૨૧૦, ૨. શ્રી અત્રિ લેખ આ પ્રમાણે વાંચે છે : (૧) સં ૨૨ (૬) વર્ષે. (૨) ૪. પેન્ના (લ્લા ?) સુત (૩) ૐ નસના પ્ર (૬ ?)સ્ય || ૩.Cf. C. M. Atri “A Collection of Some Jain Stone Images from Mount Girnar," Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol. XX1, Baroda 1968, pl. XLIII, Fig. 3. ૮૩ ૪. અત્રિ પ્રસ્તુત રાજપુરુષની સ્મારક પ્રતિમાને ‘‘ગુજરાતી દાનેશ્વરી’”ની ‘‘દાતામૂર્તિ’ ઘટાવે છે (પૃ. ૨૦૪). પણ દાતામૂર્તિ(એટલે કે આરાધક મૂર્તિ)ને મધ્યકાલીન પશ્ચિમ ભારતમાં પ્રાયઃ અંજલિહસ્તમાં વા માલાધરરૂપે રજૂ કરવાની પ્રથા હતી. 4. Revised List of the Antiquarian Remains in Bombay Presidency, Vol. VIII, p. 356, No. 17. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy